ગુજરાતની લઘુમતી સ્કૂલોમાં શિક્ષક ભરતીના નવા નિયમો જાહેર, ઇન્ટરવ્યુ માટે 10 ગુણ નક્કી

Gujarat Minority School Teacher Recruitment

Gujarat Minority School Teacher Recruitment અંગે ચાલી રહેલા લાંબા વિવાદ વચ્ચે ગુજરાતના શિક્ષણ વિભાગે ધોરણ 9થી 12ની ગ્રાન્ટેડ લઘુમતી શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે નવા નિયમોનું નોટિફિકેશન જાહેર કર્યું છે. નવા નિયમો અનુસાર શિક્ષકોની ભરતી માટે રાજ્ય કક્ષાની સ્ક્રુટિની કમિટી અને શાળા કક્ષાની પસંદગી સમિતિ બનાવવામાં આવશે. ઉમેદવારોની મેરિટયાદી ટાટ (TAT) પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે તૈયાર થશે, જ્યારે રૂબરૂ ઇન્ટરવ્યુ માટે 10 ગુણ નક્કી કરવામાં આવ્યા છે.

ઓક્ટોબર 2021માં રાજ્ય સરકારે લઘુમતી શાળાઓમાં શિક્ષકોની કેન્દ્રિય ભરતી અંગે ઠરાવ કર્યો હતો. તેના વિરોધમાં રાજ્યની 300થી વધુ લઘુમતી શાળાઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. હાઈકોર્ટના ચુકાદા બાદ હવે શિક્ષણ વિભાગે માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ, 1972ની કલમ 35 હેઠળ નવા નિયમો જાહેર કર્યા છે. આ સાથે 2021ના નિયમોના સ્થાને નવા નિયમો લાગુ થશે.

Gujarat Minority School Teacher Recruitment: TATના ગુણ અને ઇન્ટરવ્યુથી થશે પસંદગી

નવા નિયમો મુજબ સ્ક્રુટિની કમિટીના અધ્યક્ષ તરીકે કમિશનર ઓફ સ્કૂલ્સ રહેશે. ગુજરાત શિક્ષણ બોર્ડના સચિવ, સરકાર દ્વારા નિયુક્ત અધિકારીઓ, પ્રતિષ્ઠિત કેળવણીકારો અને લઘુમતી શાળા સંચાલક મંડળના પ્રતિનિધિઓ પણ તેમાં સામેલ રહેશે. કમિટી ખાલી જગ્યાઓની માહિતી મેળવશે, ઉમેદવારોની અરજીઓ અને લાયકાતોની ચકાસણી કરશે તથા ટાટના ગુણના આધારે શાળા અને વિષયવાર મેરિટયાદી તૈયાર કરશે.

પસંદગી સમિતિમાં શાળા સંચાલક મંડળના ટ્રસ્ટના એક ટ્રસ્ટી અધ્યક્ષ રહેશે. ઉપરાંત ડીઈઓ દ્વારા નિયુક્ત બહારના કેળવણીકાર, સંચાલક મંડળનો પ્રતિનિધિ અને શાળાના આચાર્ય સભ્ય રહેશે. આ સમિતિ ઉમેદવારોના રૂબરૂ ઇન્ટરવ્યુ લઈને 10માંથી ગુણ આપશે.

ઉમેદવાર વધુમાં વધુ 20 શાળાઓ પસંદ કરી શકશે. પસંદગી થયા બાદ ઉમેદવારે સાત દિવસમાં શાળામાં હાજર થવાનું રહેશે. જો શાળા ઉમેદવારને હાજર ન થવા દે, તો પસંદગી સમિતિ સરકારને શાળાની માન્યતા રદ કરવાની ભલામણ કરી શકે છે. નવા નિયમોથી ભરતી પ્રક્રિયામાં લઘુમતી શાળા સંચાલકોની ભાગીદારી પણ જળવાશે.

Vadodara ATS Arrest: AK-47 અને 23 કારતૂસ સાથે શખ્સની ધરપકડ