ગોંડલમાં દીકરી બની પિતાની હત્યારી! માથામાં ઈંટ મારી મોતને ઘાટ ઉતાર્યા, માતા-દીકરીએ અકસ્માતનું નાટક કર્યું

Gondal Daughter Kills Father

Gondal Daughter Kills Father રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ભોજપરા ગામમાં પારિવારિક ઝઘડાએ ભયાનક વળાંક લીધો છે. અહીં 20 વર્ષની પુત્રીએ પોતાના જ પિતાના માથામાં ઈંટ મારીને હત્યા કરી નાખ્યાની ઘટના સામે આવી છે. હત્યા બાદ માતા અને પુત્રીએ પિતાનું મોત અકસ્માતમાં થયું હોવાનું દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસ તપાસમાં સમગ્ર હકીકત બહાર આવતાં ચકચાર મચી ગઈ છે.

રોજબરોજના ઝઘડાથી પરિવારમાં કંકાસ Gondal Daughter Kills Father

મળતી માહિતી મુજબ, ભોજપરા ગામમાં રહેતા લક્ષ્મણ બગડા રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેઓ બેરોજગાર હતા અને દારૂના વ્યસનનો ભોગ બન્યા હતા. આ કારણે ઘરની આર્થિક જવાબદારી પત્ની હંસાબેન અને દીકરીઓ પર આવી હતી.

પરિવારમાં અવારનવાર ઝઘડા થતા હોવાનું પણ સામે આવ્યું છે. આ જ કંકાસ વચ્ચે 28 નવેમ્બરે પિતા અને 20 વર્ષીય પુત્રી ભૂમિકા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

Gondal Daughter Kills Father ઉશ્કેરાયેલી પુત્રીએ પિતાના માથામાં ઈંટ મારી

28 નવેમ્બરે સવારે હંસાબેન મજૂરી કામે ગયાં હતાં. સાંજે આશરે 6:30થી 7:30 વાગ્યાની વચ્ચે લક્ષ્મણભાઈ અને પુત્રી ભૂમિકા વચ્ચે ઝઘડો થયો હતો. બોલાચાલી બાદ મામલો ઝપાઝપી સુધી પહોંચ્યો હતો.

આ દરમિયાન ઉશ્કેરાયેલી ભૂમિકાએ પિતાના માથામાં ઈંટ મારી હતી. ગંભીર ઈજાને કારણે લક્ષ્મણભાઈ ઘરના ફળિયામાં જ ઢળી પડ્યા હતા અને તેમનું મોત નીપજ્યું હતું.

દારૂ પીને પડી જવાથી મોત થયાનું નાટક

ઘટના બાદ પરિવાર તરફથી લક્ષ્મણભાઈનું મોત દારૂ પીને પડી જવાથી થયું હોવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે, તેમના માથા પર ઈજાનાં નિશાન અને ઘટનાસ્થળની પરિસ્થિતિ જોઈ તબીબો તથા ગોંડલ તાલુકા પોલીસને શંકા ગઈ હતી.

પોલીસે ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરી હતી. કડક પૂછપરછ દરમિયાન માતા અને પુત્રી ભાંગી પડ્યાં હતાં અને સમગ્ર ઘટનાની કબૂલાત કરી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

પુત્રી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો

આ મામલે મૃતકની પત્ની હંસાબેન બગડાની ફરિયાદના આધારે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં પુત્રી ભૂમિકા બગડા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) હેઠળ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. પારિવારિક ઝઘડામાં પિતાની હત્યાની આ ઘટનાથી ભોજપરા ગામમાં ચકચાર મચી ગઈ છે.

 

India vs New Zealand Test: બીજી ટેસ્ટમાં ભારતની બેટિંગ લાઇન ધરાશાયી, 116 રનમાં 6 વિકેટ ગુમાવી