India vs New Zealand Testની બીજી અને નિર્ણાયક ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ છે. ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલ મેદાન પર રમાઈ રહેલી મેચના બીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે ભારતે પ્રથમ ઇનિંગમાં 6 વિકેટ ગુમાવીને 116 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડે પ્રથમ ઇનિંગમાં 356 રન બનાવતાં ભારત સામે 240 રનની સરસાઈ મેળવી છે.
ભારતની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. મેટ હેનરીએ પ્રથમ ઓવરમાં જ યશસ્વી જયસ્વાલને શૂન્ય રને આઉટ કર્યા હતા. ત્યારબાદ કેએલ રાહુલ અને દેવદત્ત પડિક્કલે બીજી વિકેટ માટે 33 રન જોડ્યા હતા. પડિક્કલ 21 રન બનાવી કાઇલ જેમિસનનો શિકાર બન્યા હતા.
કેપ્ટન શુભમન ગિલ પણ માત્ર 17 રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા. ઋષભ પંતે 23 રન બનાવ્યા હતા, પરંતુ છગ્ગો ફટકારવાના પ્રયાસમાં વિકેટ ગુમાવી હતી. કેએલ રાહુલ 25 રન બનાવી આઉટ થયા હતા.
A BEAUTY FROM HENRY! 🤌
Beaten all ends up! Matt Henry gets one through Yashasvi Jaiswal’s defence. 😑
Watch the HERO VIDA India Tour of New Zealand 2nd Test, Day 2, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.
#SonySportsNetwork #SonyLIV #NZvIND https://t.co/ZMVn6zRT1y
— Sony Sports Network (@SonySportsNetwk) November 28, 2026
India vs New Zealand Test: આકાશ દીપની પાંચ વિકેટ છતાં ભારત મુશ્કેલીમાં
104 રનના સ્કોરે ભારતે પાંચમી વિકેટ ગુમાવી હતી. દિવસના અંતિમ બોલ પર વોશિંગ્ટન સુંદર 10 રન બનાવી આઉટ થયા હતા. ધ્રુવ જુરેલ 7 રન સાથે અણનમ છે. ન્યૂઝીલેન્ડ તરફથી કાઇલ જેમિસન અને જેકબ ડફીએ બે-બે વિકેટ ઝડપી હતી, જ્યારે મેટ હેનરી અને નાથન સ્મિથને એક-એક વિકેટ મળી હતી.
આ પહેલાં ન્યૂઝીલેન્ડે પાંચ વિકેટે 246 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ગ્લેન ફિલિપ્સ 36 રન બનાવી આઉટ થયા હતા. ટોમ બ્લંડેલે 211 બોલમાં 89 રન બનાવ્યા હતા, પરંતુ તેઓ સદીથી 11 રન દૂર રહી ગયા હતા. નાથન સ્મિથે 26 અને કાઇલ જેમિસને 19 રનનું યોગદાન આપ્યું હતું. મેટ હેનરી પણ 19 રન બનાવી આઉટ થયા હતા.
ભારત તરફથી આકાશ દીપે 99 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. ગુરનૂર બરારે બે અને અંશુલ કંબોજે બે વિકેટ લીધી હતી. વોશિંગ્ટન સુંદરને એક સફળતા મળી હતી. હવે ભારતીય ટીમ સામે ન્યૂઝીલેન્ડની સરસાઈ ઘટાડવાનો મોટો પડકાર છે.

