ઓઢવ પોલીસે ગાયક કલાકાર વિજય સુવાડાની આ કારણથી કરી ધરપકડ,જાણો

 વિજય સુવાડા

 વિજય સુવાડા :  ગુજરાતના અમદાવાદથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના જાણીતા ગાયક કલાકાર વિજય સુવાડાએ ઓઢવ વિસ્તારમાં જુના ઝઘડાની અદાવતમાં 50થી વધુ શખ્સો સાથે મળીને ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ સંયોજકના ઘરે જઇને બિભત્સ ગાળો આપીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર  વિજય સુવાડા અને તેના માણસો 20 કાર અને 10 બાઇક પર હાથમાં લોખંડની પાઇપો અને ધોકાઓ સાથે આવ્યો હતો. તેમજ સંયોજકને ભાજપ છોડી દેવાની 10થી વધુ વખત ધમકીઓ પણ આપી હતી. આ અંગે સંયોજક દિનેશભાઇ દેસાઇએ ગાયક કલાકાર સહિત 50 જેટલા શખ્સો સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. આ મામલામાં ગાયક વિજય સુવાડાની ઓઢવ પોલીસે ધરપકડ કરી લીધી છે.

મળતી માહિતી અનુસાર ઓઢવ વિસ્તારમાં રહેતા દિનેશભાઇ દેસાઇ જમીન દલાલીનો ધંધો કરે છે અને ભાજપ બક્ષીપંચ મોરચામાં પ્રદેશ સંયોજક તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. વૈષ્ણોદેવી સર્કલ પાસે વિસત મેલડી ફાઇનાન્સ નામથી ઓફિસ ધરાવે છે. સાત વર્ષ અગાઉ સમાજના કાર્યક્રમમાં ગાયક કલાકાર વિજય સુવાડા ( રબારી ), તેનો ભાઇ યુવરાજ સુવાડા, તેમજ કૌટુબિક ભાઇ રાજુ રબારી સાથે સામાજીક પ્રસંગમાં મુલાકાત થઇ હતી. જે બાદ વિજય ગાયક કલાકાર હોવાથી પ્રોગામ કરતો હોવાથી તેની સાથે ફરતા વિક્કી, સુરેશ દેસાઇ, દિલીપ ઠાકોર, હિરેન દિલવાલા, જીગર ભરવાડ, જયેશ દેસાઇ, મહેશ દેસાઇ, નવઘણસિંહ, ભાથીભા અને રેન્ચુ શેઠ સાથે પણ સંપર્ક થયો હતો. જે બાદ કોઇ વાત અંગે વર્ષ 2020માં દિનેશભાઇને વિજય સુવાડા સાથે મનદુખ થતા તેમને બોલવાનું બંધ કર્યુ હતુ. તેઓ સુવાડા સાથે કોઇ વ્યવહાર રાખતા ન હતા.

આ પણ વાંચો-  ગુજરાતના 250 તાલુકામાંં મૂશળધાર વરસાદ, સૌથી વધારે ખંભાળિયામાં 18 ઇંચ ખાબક્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *