ખંભાળિયા: ગુજરાતમાં અતિભારે વરસાદથી જનજીવન ખોરવાઇ ગયું છે , અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. હજારો લોકોનું સલામત સ્થળે સ્થળાતંર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 250 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દ્વારકાનાં ખંભાળિયામાં સૌથી વધુ 18 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે. જ્યારે 12 તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે આજે પણ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ખંભાળિયા: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એટલે કે, મંગળવારે ગુજરાતમાં 250 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં દ્વારકાનાં ખંભાળિયામાં સૌથી વધુ 18 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે. જ્યારે જામનગરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જામનગરમાં 15 ઇંચ, જામજોધપુર અને લાલપુરમાં 13 ઇંચ, જ્યારે જામનગરના કાલાવાડ, રાણાવાવમાં 11 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.
દ્વારકા, પોરબંદર, કલ્યાણપુર, કોટડાસંઘાણી, ભાનવડ, લોધિકામાં 10 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. ગુજરાતનાં 39 તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે 152 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 250 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દ્વારકાનાં ખંભાળિયામાં સૌથી વધુ 18 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે. જ્યારે 12 તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે આજે પણ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. હજારો લોકોનું સલામત સ્થળે સ્થળાતંર કરવામાં આવ્યું છે
આ પણ વાંચો – જય શાહ બન્યા ICCના નવા અધ્યક્ષ,ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા મોટો ફેરફાર