ઈઝરાયેલમાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જારી, સુરક્ષિત સ્થળો પર જવાની સલાહ!

એડવાઈઝરી : ઈરાને ઈઝરાયેલના તેલ અવીવ પર મિસાઈલથી હુમલો કર્યો છે, આ અંગે ઈઝરાયેલમાં તમામ ભારતીય નાગરિકોને સતર્ક રહેવા અને સ્થાનિક અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે, જ્યારે તેલ અવીવમાં ભારતીય દૂતાવાસે આ અંગે ટ્વિટ કરીને ભારતીયોને એલર્ટ કર્યા છે.

  એડવાઈઝરી : તેલ અવીવમાં ભારતીય દૂતાવાસે કહ્યું – આ ક્ષેત્રની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઇઝરાયેલમાં તમામ ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કોઈ પણ કટોકટીની સ્થિતિમાં સ્થાનિક અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરે. 24×7 હેલ્પલાઇનનો સંપર્ક કરો.

ઈઝરાયેલની સેનાએ કહ્યું છે કે ઈરાને ઈઝરાયેલ પર ડઝનેક મિસાઈલો છોડી છે અને તેની સાથે જ દેશભરમાં હવાઈ હુમલાની ચેતવણી વાગી રહી છે જેરુસલેમ નજીક, જો કે તે તરત જ સ્પષ્ટ થઈ શક્યું ન હતું કે વિસ્ફોટો મિસાઈલ છોડવાના પરિણામ હતા, ઇઝરાયેલી સુરક્ષા દળોએ હુમલાને અટકાવ્યા હતા.

ઈઝરાયેલ અને યુનાઈટેડ સ્ટેટ્સે ચેતવણી આપી છે કે ઈરાન દ્વારા ઈઝરાયેલ પર હુમલો કરવામાં આવશે તો તેના ગંભીર પરિણામો આવશે ઈઝરાયલના સૈન્ય પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું કે દેશની હવાઈ સંરક્ષણ પ્રણાલી સંપૂર્ણ રીતે કાર્યરત છે, ધમકીઓને શોધીને તેને રોકી રહી છે. સ્થળાંતર કરવાના આદેશો ઇઝરાયેલીઓના મોબાઇલ ફોન પર મોકલવામાં આવ્યા હતા અને રાષ્ટ્રીય ટેલિવિઝન પર જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો –  ઈઝરાયેલમાં આતંકવાદી હુમલો, જાફામાં અંધાધૂંધ ગોળીબારમાં 4 લોકોના મોત, બે આતંકીઓ પણ ઠાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *