મોહમ્મદ અઝહરુદ્દીન મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અઝહરુદ્દીનને સમન્સ મોકલવામાં આવ્યો છે. અઝહરુદ્દીન પર હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના ફંડના દુરુપયોગનો આરોપ છે. આ મામલો 20 કરોડ રૂપિયાની ઉચાપતનો કહેવાય છે. પૂર્વ ભારતીય કેપ્ટન અઝહરુદ્દીન ગુરુવારે ED સમક્ષ હાજર થવાનો છે.
ED સૂત્રોના જણાવ્યા અનુસાર હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA)માં નાણાકીય અનિયમિતતાનો મામલો સામે આવ્યો છે. આ પછી EDએ HCA અધિકારીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. EDએ તેલંગાણામાં 9 સ્થળોએ દરોડા પાડ્યા અને ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા.
આ સમગ્ર મામલો હૈદરાબાદમાં રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમના નિર્માણમાં થયેલી નાણાકીય અનિયમિતતાનો છે. આરોપ છે કે અધિકારીઓએ ખાનગી કંપનીઓને ઊંચા દરે કોન્ટ્રાક્ટ આપ્યા અને એસોસિએશનને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું. EDએ આ મામલામાં ત્રણ FIR નોંધી છે અને વધુ તપાસ ચાલી રહી છે.મોહમ્મદ અઝહરુદ્દીન મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અઝહરુદ્દીનને સમન્સ મોકલવામાં આવ્યો છે. અઝહરુદ્દીન પર હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના ફંડના દુરુપયોગનો આરોપ છે. આ મામલો 20 કરોડ રૂપિયાની ઉચાપતનો કહેવાય છે. પૂર્વ ભારતીય કેપ્ટન અઝહરુદ્દીન ગુરુવારે ED સમક્ષ હાજર થવાનો છે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA)માં નાણાકીય અનિયમિતતાનો મામલો સામે આવ્યો છે. આ પછી EDએ HCA અધિકારીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. EDએ તેલંગાણામાં 9 સ્થળોએ દરોડા પાડ્યા અને ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા.
આ પણ વાંચો – નવરાત્રીમાં ગુનેગારોની હવે ખેર નહીં, અમદાવાદમાં 200+ AI કેમેરા તૈનાત!