જુહાપુરામાં અમવા સંસ્થા અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો,અનેક લોકોએ સેવાનો લીધો લાભ!

અમવા સંસ્થા સતત મહિલાના વિકાસ અને સમાજને શિક્ષિત કરવાનું ભગીરથ કાર્ય કરી રહી છે.અમવા સંસ્થા મહિલાના સશક્તિકરણ સહિત સમાજના હિતમાં અનેક કાર્યક્રમ કરીને સમાજસેવા કરવાનો ઉત્તરદાયિત્વ બાખૂબી નિભાવી રહી છે. તા.26/2/2025નાં રોજ અમદાવાદ મુસ્લિમ વિમેન્સ એસોસિએશન-અમવા અને સંકલીતનગર અર્બન હેલ્થ સેન્ટર તરફ થી ફ્રી મેડિકલ કેમ્પ અમવા ,જુહાપુરામુકામે યોજાયો હતો જેમાં બાળકોની તપાસ ,આંખની તપાસ,જનરલ તપાસ ,બીપી ડાયાબિટીસ ની તપાસ કરવામાં આવી હતી. ફોલઅપ માં લેબોરેટરી ની તપાસ પણ મફત કરી આપવામાં આવી હતી. 

આંખો નાં નિષ્ણાત ડૉક્ટર પરવેજ ટાંક (M.D) અને ડોક્ટર મોહમ્મદ ઝઈદ સિન્ધિ (M.D) અન્ય સ્ટાફ સાથે હાજર રહી સેવાઓ પુરી પાડી હતી. અમવા ની સહયોગી સંસ્થા ધી મહેર ક્રેડિટ એન્ડ સપ્લાય કો-ઓપરેટીવ સો.લિમિટેડ નાં પ્રમુખ જનાબ મહંમદ શરીફ દેસાઈએ સૌનો સ્વાગત કર્યો હતો.

અમવાનાં એડવોકેટ રિયાઝે શેખ સહિત અમવાની ટીમે આ કાર્યક્રમને  સફળ બનાવવા ખૂબ મહેનત કરી હતી. સમગ્ર કાર્યક્રમ નું સફળ આયોજન ડૉક્ટર પ્રોફેસર મહેરૂન્નિસાબેન દેસાઈ (પ્રમુખ, અમવા) એ ચાંદની બેન સાથે રહીને કર્યુ હતું.આ કેમ્પ માં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.આ ફ્રી મેડિકલ કેમ્પનો લાભ લોકોએ મોટી સંખ્યામાં લીધો હતો

આ પણ વાંચો –  ગુજરાતમાં ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે વધારાની બસો દોડાવશે, હર્ષ સંઘવીએ કરી જાહેરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *