ગુજરાતમાં પ્રોફેશનલ સિવિલ એન્જીનીયર્સ એક્ટ-19 2006ને રદ કરાયો! આ કાયદો અમલમાં

ગુજરાત પ્રોફેશનલ સિવિલ એન્જીનીયર્સ એક્ટ —વિધાનસભામાં  સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું છે કે, ગુજરાત પ્રોફેશનલ સિવિલ એન્જીનીયર્સએક્ટ-19, 2006ને રદ કરવામાં આવી છે. આનો મુખ્ય હેતુ રાજ્યમાં બાંધકામના નિયમો અને પરવાનગી માટે એકસૂત્રતા જાળવવી છે.રાજ્યમાં 2017માં કોમ્પ્રીહેન્સીવ જનરલ ડેવલોપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન, 2017 (CGDCR-2017)નો અમલ કરવામાં આવ્યો હતો, જેના માધ્યમથી બાંધકામના માપદંડો અને પરવાનગી માટે સૌ રાજ્યમાં એકસરખી પ્રક્રિયા અમલમાં આવી છે.

ગુજરાત પ્રોફેશનલ સિવિલ એન્જીનીયર્સ એક્ટ – આ નિર્ણયના પરિણામે બાંધકામમાં કાયદાની પુરી સાથેતા અને નિયમોની ગુણવત્તા વધારવાની આશા છે.આ રીતે, એકસૂત્રતા જાળવવાનો પ્રયાસ અને નવો નિયમ બાંધકામ ક્ષેત્રને વધુ વ્યાવસાયિક અને સુવ્યવસ્થિત બનાવવા માટે છે.મંત્રીએ કહ્યું હતું કે,વર્ષ 2001માં આવેલા ભયંકર ભૂકંપે કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે કુદરતી આફત સર્જી હતી. આ કુદરતી આપત્તિમાં મોટી સંખ્યામાં લોકો બેઘર બન્યા હતા.વર્ષ 2001ના ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં થયેલ જાનહાનીને જોતાં મકાનોની ડિઝાઈન અને બાંધકામ સુરક્ષિત હોત તો માનવજીવનને થયેલ નુકશાન ટાળી શકાયુ હોત એમ રાજ્ય સરકારના ધ્યાન પર આવ્યું હતું, તેથી વ્યવસાયી સિવિલ એન્જિનીયર્સને રજિસ્ટર કરવા તથા ગુજરાતના પ્રોફેશનલ સિવિલ એન્જિનીયર્સની ગુણવત્તા સુધારવા અને સુદ્રઢ બનાવવાના હેતુસર ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પ્રોફેશનલ સીવીલએન્જીનીયર્સ એક્ટ-19, 2006 લાગુ પાડવામાં આવ્યો હતો.સહકાર મંત્રી વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું હતું કે,હાલની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્યમાં બિન ઉપયોગી અનેક કાયદાઓ રદ કર્યા છે.

 

આ પણ વાંચો – મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે સોમનાથ મંદિરના દ્વાર શ્રધ્ધાળુઓ માટે 42 કલાક રહેશે ખુલ્લા!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *