ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ ગુજરાત તરફથી મુસ્લિમ સમુદાયના પડકારના પ્રશ્નો સંદર્ભે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ મિલ્લી કોન્ફરન્સ 27 ઓક્ટોબર 2024ને રવિવારના દિવસે જામિઆ હફસા, બદર પ્લાઝાના પ્રથમ માળે રાખવામાં આવી છે. આ કોન્ફરન્સમાં તમામ મુસ્લિમ સમાજના આગેવાનો, મુસ્લિમ સંસ્થાઓ, સહિત દરેક ક્ષેત્રના મુસ્લિમ નિષ્ણાતો ઉપસ્થિત રહેશે. આ મિલ્લી કોન્ફરન્સમાં મુસ્લિમ સમાજને સીધી રીતે પ્રભાવિત કરતા મુદ્દોઓ જેવા કે વકફ સંશોધન બિલ, અને સામૂહિક ડિમોલિશન ડ્રાઇવ સહિતના અનેક મુ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ ગુજરાત પ્રમુખ, મૌલાના મુફતી રિઝવાન તારાપુરી
ગુજરાત મિલ્લી કાઉન્સિલની આ કોન્ફરસ 27 ઓકટોબર રવિવારે બપોરે 2.30 કલાકે રાખવામાં આવી છે, આ કોન્ફરન્સમાં તમામ મુસ્લિમોને ચર્ચા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. ગુજરાત મિલ્લી કાઉન્સિલના પ્રમુખ મુફતી રીઝવાન તારાપુરીએ કહ્યું હતું કે આ મિલી કોન્ફરસમાં મુસ્લિમ સમાજની હાલની પરિસ્થિતિ સંદર્ભે ચર્ચા કરવામાં આવશે, ઉપરાંત આગળની રણનીતિ કેવી હોવી જોઇએ, અને પરિસ્થિતિના નિરાકરણ માટે શું પગલાં લઇ શકાય તેની પણ ચર્ચા કરવામાં આવશે.તમામ મુસ્લિમ સમુદાયના લોકોએ આ મિલ્લી કોન્ફરન્સ ઉપસ્થિત રહેવા મારો ખાસ અનુરોધ છે.
નોંધનીય છે કે આ મિલ્લી કાઉન્સિલમાં મુસ્લિમ સમાજના અનેક પડકાર પ્રશ્નોની ચર્ચા કરી તેના નિરાકરણા ઉપાયો સંદર્ભે રણનીતિ નક્કી કરવામાં આવશે અને તે મુજબ કાયદાકિય રીતે કામગીરી કરવામાં આવશે. સમાજના વિકાસ માટે આ કોન્ફરનો આયોજન કરવામાં આવ્યું છે. આ મિલ્લી કોન્ફરન્સ 27 ઓક્ટોબર 2024ને રવિવારના દિવસે જામિઆ હફસા, બદર પ્લાઝાના પ્રથમ માળે રાખવામાં આવી છે
આ પણ વાંચો– સરખેજમાં જામિઆ ઇબ્ને ટ્રસ્ટ દ્વારા બીજો ભવ્ચ સર્વધર્મ સમૂહ લગ્નોત્સવ યોજાયો
આ પણ વાંચો – સોમનાથમાં બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે કહ્યું, આદેશનો અનાદર થશે તો અધિકારીઓને મોકલીશું જેલમાં