અમિતાભ બચ્ચન અને દિલજીત દોસાંઝને મળ્યા ધમકીભર્યા ઇમેઇલ: ઘર પર હુમલો અને કોન્સર્ટમાં આત્મઘાતી હુમલાની ચીમકી

Amitabh Bachchan Diljit Dosanjh Threat Email.

Amitabh Bachchan Diljit Dosanjh Threat Email: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને લોકપ્રિય ગાયક દિલજીત દોસાંઝને શુક્રવારે 23 ઓક્ટોબરે જીવથી મારી નાખવાની અને હુમલો કરવાની ધમકીભર્યા ઇમેઇલ મળ્યા છે. આ ગંભીર મામલો સામે આવ્યા બાદ મુંબઈ પોલીસ હરકતમાં આવી ગઈ છે અને સઘન તપાસ શરૂ કરી છે. આ ઇમેઇલ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની ઓફિસમાં આવ્યો હતો, જેમાં અમિતાભ બચ્ચનના નિવાસસ્થાન પર હુમલો કરવાની અને આગામી 27 નવેમ્બરે મુંબઈમાં યોજાનારા દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં આત્મઘાતી હુમલો કરવાની ધમકી આપવામાં આવી છે. આ ઉપરાંત, મુંબઈની શાળાઓ અને મુંબઈના મેયર ઋતુ તાવડેના કાર્યાલયને પણ નિશાન બનાવવાની ચેતવણી આપવામાં આવી છે.

ઇમેઇલ મોકલનારે પોતાની ઓળખ સ્મિથ જોન્સન તરીકે આપી હતી અને ઇમેઇલનો વિષય ‘મુંબઈ બોમ્બે બોલેગા ખાલિસ્તાન ઝિંદાબાદ’ રાખવામાં આવ્યો હતો. મોકલનારે દાવો કર્યો હતો કે 31 ઓક્ટોબરે અમિતાભ બચ્ચનના ઘર પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવશે અને ‘લોહીનો બદલો’ લેવામાં આવશે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઇમેઇલમાં ખાલિસ્તાન નેશનલ આર્મી અને બબ્બર ખાલસા જેવા સંગઠનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં કેટલાક ઈજનેરો અને પ્રોફેસરોના નામ પણ સામેલ છે.

Amitabh Bachchan Diljit Dosanjh Threat Email: પોલીસ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી

ધમકીભર્યો ઇમેઇલ મળ્યા બાદ મુંબઈ પોલીસની વિશેષ ટીમ તાત્કાલિક બીએમસી ઓફિસ પહોંચી હતી અને ત્યાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જોકે, તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ કે સામગ્રી મળી આવી ન હતી.

દક્ષિણ ઝોન-1ના ડેપ્યુટી પોલીસ કમિશનર મનીષ કલવાનિયાએ જણાવ્યું હતું કે બીએમસી કાર્યાલયમાં આ ઇમેઇલ મળ્યો હતો અને તાત્કાલિક તપાસ શરૂ કરી દેવાઈ છે, જેમાં હાલ કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. હાલ પોલીસ ઈ-મેઈલ મોકલનારનું આઈપી એડ્રેસ ટ્રેક કરીને તેની ઓળખ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે તેમજ ધમકીઓની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

આ પણ વાંચો  હવે સરકારી દાખલા પર સિક્કો કરાવવા કચેરીએ જવું નહીં પડે: ડિજિટલ પ્રમાણપત્રો પર જ મળશે ઓફિશિયલ રાઉન્ડ સીલ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *