Rajkot Fake Doctors Bust: રાજકોટ પોલીસે 17 નકલી ડોક્ટરોને ઝડપી પાડ્યા

Rajkot Fake Doctors Bust:

Rajkot Fake Doctors Bust: રાજ્યમાં નકલી તબીબો અને બોગસ પ્રક્રિયા સામે સુરક્ષા એજન્સીઓ દ્વારા સકંજા કસાતો જઈ રહ્યો છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા તાજેતરમાં એક મોટી કાર્યવાહી હાથ ધરીને તબીબી લાયકાત વગર દર્દીઓની સારવાર કરતા 17 નકલી ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા 17 આરોપીઓ પૈકી 14 આરોપીઓ માત્ર ધોરણ 10 અને 12 પાસ છે, જ્યારે ત્રણ આરોપીઓ ગ્રેજ્યુએટ થયેલા છે. આ તમામ આરોપીઓ અગાઉ અસલી ડોક્ટરોના સહાયક તરીકે અથવા મેડિકલ સ્ટોરમાં કામ કરી ચૂકેલા હોવાથી તે જ અનુભવના આધારે પોતે ડોક્ટર બની બેઠા હતા અને સામાન્ય તાવ કે શરદી જેવી બીમારીઓ માટે હોમિયોપેથિક તથા અન્ય દવાઓ આપીને દર્દીઓની સારવાર કરતા હતા.

Rajkot Fake Doctors Bust: કેટલાક આરોપીઓ 10 વર્ષથી વધુ સમયથી ચલાવતા હતા બોગસ પ્રેક્ટિસ

આ સમગ્ર તપાસમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે પકડાયેલા કેટલાક આરોપીઓ માત્ર બેથી ત્રણ મહિનાથી જ આ વ્યવસાયમાં આવ્યા હતા, જ્યારે કેટલાક આરોપીઓ છેલ્લા 10 વર્ષથી પણ વધુ સમયથી કોઈપણ ડિગ્રી કે લાયકાત વગર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આ આરોપીઓ સમયાંતરે પોતાની પ્રેક્ટિસ બંધ કરીને અન્ય વ્યવસાય તરફ વળી જતા હતા અને બાદમાં ફરીથી નકલી ડોક્ટર તરીકે સક્રિય થઈ જતા હતા.

પોલીસની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર રીતે દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. સામાન્ય બીમારીઓની સારવાર માટે આવા બોગસ ડોક્ટરો પાસે જતા સામાન્ય નાગરિકોના આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થઈ શકે છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આવા નકલી તબીબો સામેની આ વિશેષ ડ્રાઈવ આગામી દિવસોમાં પણ કડકાઈથી યથાવત રાખવામાં આવશે.

આ પણ વાંચો  હવે સરકારી દાખલા પર સિક્કો કરાવવા કચેરીએ જવું નહીં પડે: ડિજિટલ પ્રમાણપત્રો પર જ મળશે ઓફિશિયલ રાઉન્ડ સીલ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *