ગુજરાતમાં દિન-પ્રતિદિન હાર્ટ એટેકથી મોતના બનાવો વધ્યા છે. ગાંધીનગરમાં હાર્ટ એટેકથી ASI દિલીપસિંહ ચાવડાનું હાર્ટ એટેકથી મોત થતા પોલીસબેડામાં શોકની લાગણી જોવા મળી હતી. ગઈકાલે જ ASI તરીકે પ્રમોશન મેળવનાર દિલીપસિંહ ચાવડાનું આજે જન્મ દિવસના દિવસે જ હાર્ટ એટેકનાં હુમલામાં દુ;ખદ અવસાન થયું હતું. દિલીપસિંહને ગઈકાલે પ્રમોશન મળ્યું હતું અને આજે તેનો જન્મદિવસ હોવાથી ખુશીનો માહોલ હતો પરતું આજે તેમના જન્મ દિને તેમનું હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થતાં પોલીસતંત્રમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તેમના મૃતદેહને ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ગાંધીનગર ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દિલીપસિંહ દલપતસિંહ ચાવડા મૂળ માણસાના રંગપુરનાં વતની હતાતેમનું હાર્ટ એટેકથી મોત થયું છે. . જેઓ સેકટર – 6 ખાતે પત્ની અને બે સંતાનો સાથે રહેતા હતા. ગઈકાલે સોમવારનાં રોજ દિલીપસિંહને આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરનું પ્રમોશન મળ્યું હતું. જેથી પરિવારમાં પણ ખુશીનો માહોલ હતો. ગઈકાલે દિલીપસિંહ સ્ટાફના સાથી કર્મીઓને ચા પાણીના પૈસા આપી કહીને નીકળ્યા હતા કે આવતીકાલે મંગળવારે મારો જન્મ દિવસ છે. એટલે મળી શકીશું નહીં. ત્યારે આજે દિલીપસિંહનો જન્મ દિવસ તેમજ પ્રમોશન પણ મળ્યું હોવાથી પરિવારજનોએ ઉજવણીનું પણ આયોજન કરી રાખ્યું હતું. તો તેમનો દીકરો મોબાઇલ પણ ગિફ્ટમાં આપવાનો હતો. અને આજે અચાનક તેમનું અવસાન થતા પરિવાર પર આભ તૂટી પડ્યો છે.
આ પણ વાંચો – ઉત્તરપ્રદેશમાં હવે લવ જેહાદ અને બળજબરીથી ધર્મ પરિવર્તન પર આજીવન કેદ