ASIએ JPCને 53 ઐતિહાસિક ઈમારતોની યાદી સોંપતા બબાલ, વકફ બોર્ડના અધ્યક્ષે આપી આ ચેતવણી!

JPC માં વકફ સુધારા બિલ પર ચર્ચા થઈ રહી છે, પરંતુ તે પહેલા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) અને વક્ફ બોર્ડ વચ્ચે જોરદાર દલીલ શરૂ થઈ ગઈ છે. ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિયેશનના પ્રમુખ ઈમામ સાજીદ રસીદીએ સરકારને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું છે કે, જો ભાજપ સરકાર વકફ બિલમાં સુધારો કરશે તો ભારતના 30 કરોડ મુસ્લિમો રસ્તા પર ઉતરીને વિરોધ કરશે.

ASI પર મૌલાનાનો મોટો આરોપ
JPC:  તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે “ASI એ વકફની મિલકતો પર કબજો જમાવ્યો છે અને આ નિવેદન એએસઆઈ અને વક્ફ બોર્ડ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો એક ભાગ છે.” ઈમામ રસીદીના આ નિવેદન બાદ વાતાવરણ વધુ ગરમ થઈ ગયું છે અને અન્ય ઘણા ધર્મગુરુઓ પણ વકફ બોર્ડના સમર્થનમાં આવ્યા છે.

આ ઈમારતોને લઈને તકરાર થઈ રહી છે
ASIએ વકફ મિલકત તરીકે જાહેર કરાયેલી 53 ઐતિહાસિક ઇમારતોની યાદી સુપરત કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ASIએ સંસદની સંયુક્ત સમિતિને 53 ઐતિહાસિક ઈમારતોની યાદી સોંપી છે, જેને ASIની સુરક્ષામાં હોવા છતાં વકફ મિલકત તરીકે જાહેર કરવામાં આવી છે. તેમાં મહારાષ્ટ્રમાં સંભાજીનગર (ઔરંગાબાદ)માં ઔરંગઝેબની કબર, આગ્રામાં જામા મસ્જિદ, કર્ણાટકમાં બિદરનો કિલ્લો અને ઔરંગાબાદ પાસેનો પ્રખ્યાત દૌલતાબાદ કિલ્લો સામેલ છે.

ASIએ મહત્વની માહિતી આપી હતી
જો કે, ASIએ અત્યાર સુધીમાં તેના 24 ઝોનમાંથી માત્ર 9 ઝોન વિશે માહિતી સબમિટ કરી છે. ખૂબ જ મહત્વપૂર્ણ એવા દિલ્હી ઝોનની યાદી હજુ સુધી સબમિટ કરવામાં આવી નથી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ASI ટૂંક સમયમાં બાકીના ઝોન વિશે માહિતી આપશે, જેથી વકફ મિલકતો અંગેની સ્થિતિ સ્પષ્ટ થઈ શકે.

આ પણ વાંચો – CM મમતા બેનર્જી અને જુનિયર ડોક્ટરો વચ્ચેની બેઠક ખતમ, સરકારે સ્વીકારી શરતો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *