મક્તમપુરા-જુહાપુરામાં ભાજપનો ધુંઆધાર પ્રચાર,MLA અમિત ઠાકરેએ કાદરી પાર્ટી પ્લોટમાં સભા ગજવી!

BJP Campaign Juhapura :

BJP Campaign Juhapura : આગામી ચૂંટણીઓને લઈને અમદાવાદના રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે, પરંતુ આ વખતે શહેરના સમીકરણો કંઈક અલગ જ ઈશારો કરી રહ્યા છે. અમદાવાદના લઘુમતી બહુલ ગણાતા મક્તમપુરા અને જુહાપુરા વિસ્તારમાં ઐતિહાસિક પરિવર્તન જોવા મળી રહ્યું છે. દાયકાઓથી જે વિસ્તાર અન્ય પક્ષોનો ગઢ માનવામાં આવતો હતો, ત્યાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટી (BJP) એકદમ ધુંઆધાર અને આક્રમક સ્ટાઈલમાં પ્રચાર મેદાનમાં ઉતરી છે.

BJP Campaign Juhapura : mla અમિત ઠાકરને મળી રહ્યો છે પ્રચંડ આવકાર

વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકરના નેતૃત્વમાં જુહાપુરા વિસ્તારમાં ભાજપનું સઘન લોકસંપર્ક અભિયાન ચાલી રહ્યું છે. અમિત ઠાકર પોતે મક્તમપુરાના ખૂણે-ખૂણે જઈને સ્થાનિક મતદાતાઓ સાથે સીધો સંવાદ કરી રહ્યા છે. વિવિધ સોસાયટીઓ અને મહોલ્લાઓમાં બેઠકોનો દોર સતત ચાલી રહ્યો છે. સૌથી મોટી અને આશ્ચર્યજનક બાબત એ છે કે, ભાજપના આગેવાનોને આ વિસ્તારના લોકો દ્વારા ભારે ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે.

કાદરી પાર્ટી પ્લોટ ખાતે યોજાઈ ભવ્ય સભા

આ જનસંપર્ક અભિયાનના ભાગરૂપે તાજેતરમાં જ જુહાપુરાના જાણીતા કાદરી પાર્ટી પ્લોટ ખાતે એક ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય અમિત ઠાકરે આ સભાને સંબોધતા સરકારના વિકાસ કાર્યોની રૂપરેખા આપી હતી અને લોકોનું સમર્થન માંગ્યું હતું. આ સભામાં ઉમટેલી સ્થાનિકોની ભારે જનમેદની એ વાતની સાક્ષી પૂરે છે કે હવે મક્તમપુરા વિસ્તારના લોકો પણ વિકાસની મુખ્યધારા સાથે જોડાવા માટે ઉત્સુક છે.

ભાજપ આ બેઠક જીતે તો નવાઈ નહીં

ભાજપ દ્વારા અહીં જે કક્ષાનું માઈક્રો-પ્લાનિંગ થઈ રહ્યું છે અને મોટા પાયે મતદાતાઓ સાથે સીધો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે, તે જોતાં રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. લોકોના બદલાયેલા મિજાજ અને ધારાસભ્ય અમિત ઠાકરની સક્રિયતાને જોતા રાજકીય નિષ્ણાતો પણ માની રહ્યા છે કે, જો આ વખતે મક્તમપુરા બેઠક પર ભાજપ ઐતિહાસિક જીત નોંધાવે અને કમળ ખીલે, તો તેમાં કોઈ જ નવાઈ નહીં હોય.

આ પણ વાંચો:  ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: 733 બેઠકો બિનહરીફ છતાં ભાજપના ઉમેદવારો માટે પ્રચારના મેદાનમાં કેમ સર્જાઈ વિકટ સ્થિતિ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *