AAP ના 7 રાજ્યસભા સાંસદો ભાજપમાં જોડાશે! રાઘવ ચઢ્ઢાના રાજીનામાથી ખળભળાટ

Raghav Chadha joins BJP

Raghav Chadha joins BJP : ભારતીય રાજકારણમાં શુક્રવારે એક ખૂબ જ મોટો રાજકીય ભૂકંપ જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) અને અરવિંદ કેજરીવાલના સૌથી નજીકના અને યુવા ચહેરા ગણાતા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ AAP નો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP) નો કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. તેમની સાથે AAP ના અન્ય બે દિગ્ગજ રાજ્યસભા સાંસદો- સંદીપ પાઠક અને અશોક મિત્તલ પણ સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ ગયા છે.

Raghav Chadha joins BJP : નિતિન નવીને અપાવી ભાજપની સદસ્યતા

શુક્રવારે નવી દિલ્હી સ્થિત બીજેપી હેડક્વાર્ટર ખાતે આ ત્રણેય દિગ્ગજ નેતાઓએ ભાજપ પ્રમુખ નિતિન નવીનની હાજરીમાં વિધિવત રીતે ભાજપની સદસ્યતા ગ્રહણ કરી હતી. ભાજપ મુખ્યાલય પહોંચતા જ રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુઘે રાઘવ ચઢ્ઢાનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ નિતિન નવીને તેમને પુષ્પગુચ્છ આપી અને મીઠાઈ ખવડાવીને પાર્ટીમાં આવકાર્યા હતા. લોકસભા કે વિધાનસભા ચૂંટણી પહેલા AAP માટે આ અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.

‘AAP પોતાના સિદ્ધાંતોથી ભટકી ગઈ છે’

ભાજપમાં જોડાતા પહેલા એક પ્રેસ કોન્ફરન્સ સંબોધતા રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું, “જે પાર્ટીને મેં ૧૫ વર્ષ સુધી મારા લોહી-પરસેવાથી સીંચી, તે આજે પોતાના મૂળ સિદ્ધાંતો અને માર્ગથી સંપૂર્ણપણે ભટકી ગઈ છે. હવે આ પાર્ટી દેશહિત માટે નહીં, પરંતુ માત્ર પોતાના અંગત ફાયદાઓ માટે જ કામ કરી રહી છે. મેં પાર્ટીના વિસ્તરણ માટે રાત-દિવસ મહેનત કરી, પરંતુ હવે અહીં સ્થિતિ બદલાઈ ગઈ છે, તેથી હું AAP થી દૂર જઈને સીધો જનતા પાસે આવી રહ્યો છું.”

‘બે તૃતીયાંશ (10 માંથી 7) સાંસદો અમારી સાથે છે’

રાઘવ ચઢ્ઢાએ અત્યંત ચોંકાવનારો દાવો કરતા કહ્યું કે, “રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના કુલ ૧૦ સાંસદો છે, જેમાંથી બે તૃતીયાંશ (આશરે ૭ જેટલા સાંસદો) અમારી આ મુહિમમાં જોડાયેલા છે. તમામ બળવાખોર સાંસદોએ હસ્તાક્ષર કરી દીધા છે અને આજે સવારે જ અમે રાજ્યસભાના સભાપતિને જરૂરી દસ્તાવેજો સુપરત કરી દીધા છે.” રાઘવ ચઢ્ઢાનો આ દાવો સૂચવે છે કે આગામી દિવસોમાં AAP ના રાજ્યસભા સાંસદોનું સત્તાવાર રીતે ભાજપમાં વિલય થઈ શકે છે.

રાજીનામાથી કેજરીવાલ ભડક્યા

પોતાના સૌથી વિશ્વાસુ નેતાઓના આ બળવાને કારણે AAP ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ખૂબ જ નારાજ જોવા મળ્યા હતા. રાઘવ ચઢ્ઢાના રાજીનામા બાદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પ્રતિક્રિયા આપતા લખ્યું કે, “ભાજપે વધુ એક વખત પંજાબની જનતા સાથે દગો કર્યો છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *