પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાતના પ્રખ્યાત સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરમાં પૂજા-અર્ચના કરી. આ દરમિયાન તેમણે મંદિર સંકુલમાં સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી.પીએમ મોદીએ ખાસ પૂજા (Special Puja at Somnath Temple) કરીને ભગવાન શિવના આશીર્વાદ લીધા. સોમનાથ મંદિર ૧૨ જ્યોતિર્લિંગોમાંનું એક છે અને હિન્દુ ધર્મમાં તેને અત્યંત પવિત્ર માનવામાં આવે છે.
પીએમ મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે પ્રધાનમંત્રી શનિવારે ત્રણ દિવસની મુલાકાતે ગુજરાત પહોંચ્યા હતા. રવિવારે નવી દિલ્હીથી તેઓ ગુજરાતના જામનગર એરપોર્ટ પર ઉતર્યા. આ મુલાકાતના ભાગ રૂપે, તેઓ સોમવારે જૂનાગઢ જિલ્લાના સાસણ ગીરની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ વિશ્વ વન્યજીવન દિવસ નિમિત્તે કાર્યક્રમોમાં ભાગ લેશે.પ્રધાનમંત્રી શનિવારે ત્રણ દિવસની મુલાકાતે ગુજરાત પહોંચ્યા હતા. રવિવારે નવી દિલ્હીથી તેઓ ગુજરાતના જામનગર એરપોર્ટ પર ઉતર્યા.