Bhayavadar Call Center Raid Scam: રાજકોટ ગ્રામ્યના ભાયાવદરમાં સેક્સ સ્ટેમિના વધારવાની આયુર્વેદિક દવાના ઓનલાઈન વેચાણની આડમાં ચાલતા એક મોટા કથિત છેતરપિંડી અને બ્લેકમેઇલિંગના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ભાયાવદર પોલીસે ગત 22 ઓક્ટોબર, 2026ના રોજ શહેરમાં અલગ-અલગ ત્રણ સ્થળોએ ઓચિતાં દરોડા પાડીને ગેરકાયદેસર રીતે ધમધમતા ત્રણ કોલ સેન્ટર ઝડપી પાડ્યાં છે. આરોપીઓ કોઈપણ પ્રકારના વૈધ લાયસન્સ કે આધારભૂત દસ્તાવેજો વિના ડોક્ટરની ખોટી ઓળખ ધારણ કરીને વેબસાઇટ મારફતે ગ્રાહકોને પોતાના જાળમાં ફસાવતા હતા.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકી ગ્રાહકોને અશ્લીલ સાહિત્ય મોકલીને દવા ખરીદવા માટે પ્રેરિત કરતી હતી. જો કોઈ ગ્રાહક ઓર્ડર કેન્સલ કરે તો તેને પરિવારજનોને જાણ કરવાની તેમજ જેલમાં મોકલવાની ધમકી આપીને ભય ફેલાવી નાણાં પડાવવામાં આવતા હતા. પોલીસે આ કાર્યવાહી દરમિયાન કુલ 10 આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે અન્ય પાંચ આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. દરોડા દરમિયાન કોમ્પ્યુટર, લેપટોપ અને મોબાઇલ સહિત કુલ રૂ. 5.16 લાખથી વધુનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
Bhayavadar Call Center Raid Scam: સરકારી સંસ્થાઓના નકલી લોગોનો ઉપયોગ કરી વિશ્વાસ કેળવતા
લોકોનો વિશ્વાસ જીતવા માટે આ ઠગ ટોળકી દ્વારા વેબસાઇટ પર આયુષ મંત્રાલય અને નેશનલ હેલ્થ ઓથોરિટી ભારત સરકારના PM-JAY જેવા પ્રતિષ્ઠિત સરકારી લોગોનો દુરુપયોગ કરવામાં આવતો હતો. આ ઉપરાંત અંગ્રેજી અખબારના બનાવટી કટિંગ્સ અને વિવિધ શહેરોના લોકોના નકલી અનુભવો શેર કરીને ગ્રાહકોને આકર્ષવામાં આવતા હતા. પોલીસ દ્વારા આ સમગ્ર નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય શખ્સો સામે પણ સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.રાજકોટ ગ્રામ્યના ભાયાવદરમાં સેક્સ સ્ટેમિના વધારવાની આયુર્વેદિક દવાના ઓનલાઈન વેચાણની આડમાં ચાલતા એક મોટા કથિત છેતરપિંડી અને બ્લેકમેઇલિંગના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ભાયાવદર પોલીસે ગત 22 ઓક્ટોબર, 2026ના રોજ શહેરમાં અલગ-અલગ ત્રણ સ્થળોએ ઓચિતાં દરોડા પાડીને ગેરકાયદેસર રીતે ધમધમતા ત્રણ કોલ સેન્ટર ઝડપી પાડ્યાં છે. આરોપીઓ કોઈપણ પ્રકારના વૈધ લાયસન્સ કે આધારભૂત દસ્તાવેજો વિના ડોક્ટરની ખોટી ઓળખ ધારણ કરીને વેબસાઇટ મારફતે ગ્રાહકોને પોતાના જાળમાં ફસાવતા હતા.

