Kalupur station – અમદાવાદ ખૂબ જ મોટું રેલવે જંકશન છે, અને કાલુપુર ખાતે અનેક ટ્રેનો આવન-જાવન કરે છે. જોકે, કાલુપુર રેલવે સ્ટેશનના પુનઃવિકાસના કારણે, મોટાભાગની ટ્રેનો હવે અહીં આવતી જતી નથી, અને પ્રવાસીઓને વૈકલ્પિક સ્ટેશનો પરથી અવરજવર કરવું પડી રહ્યું છે.આવી ઘણી ટ્રેનો છે, જે પંદર દિવસથી ચાંદોલોડિયા, મણિનગર અને વટવા સ્ટેશનો પરથી ચાલી રહી છે, જેના કારણે પ્રવાસીઓમાં ભારે થાક અનુભવાય રહ્યો છે. રેલવે દ્વારા હવે એક નવી યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં એવી ટ્રેનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે હવે કાલુપુરની બદલે મણિનગર અથવા વટવા સ્ટેશન પર મોકલવામાં આવશે. ટ્રેનના સમયપત્રક અનુસાર, મુસાફરોની સુવિધા માટે વટવા સ્ટેશનથી AMTS બસોની વ્યવસ્થા કરવામાં આવશે, જે રાહદર્શન માટે વિવિધ સ્થળોએ જઈ શકે છે.
Kalupur station -અમદાવાદને બદલે વટવા/મણિનગરથી ઉપડતી ટ્રેન
23 જાન્યુઆરી 2025 થી, ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદને બદલે મણિનગરથી (14:10 કલાકે) ઉપડશે.
23 જાન્યુઆરી 2025 થી, ટ્રેન નંબર 69130 અમદાવાદ-આણંદ મેમુ અમદાવાદને બદલે વટવાથી (18.35 કલાકે) ઉપડશે.
23 જાન્યુઆરી 2025 થી, ટ્રેન નંબર 69116 અમદાવાદ-આણંદ મેમુ અમદાવાદને બદલે વટવા થી (23:10 કલાકે) ઉપડશે.
અમદાવાદને બદલે મણિનગર/વટવા સ્ટેશન પર સમાપ્ત થવા વાળી ટ્રેનો
- ટ્રેન નંબર 12933, મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ, 20:50 કલાકે વટવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ સ્ટેશન પર જશે નહીં
- ટ્રેન નંબર 19417, મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ, 02:45 કલાકે વટવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ સ્ટેશન પર જશે નહીં
- ટ્રેન નંબર 19035, વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ, 20:35 કલાકે વટવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ સ્ટેશન પર જશે નહીં .
- ટ્રેન નંબર 69101, વડોદરા-અમદાવાદ મેમુ, 09:35 કલાકે વટવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ સ્ટેશન પર જશે નહીં
- ટ્રેન નંબર 69113, વડોદરા-અમદાવાદ મેમુ, 22:55 કલાકે વટવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ સ્ટેશન પર જશે નહીં
આ ટ્રેનો હવે તેમનો ગંતવ્ય અમદાવાદ સ્ટેશન પર નહીં જઈને વટવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે
આ પણ વાંચો – Champions Trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઇસ કેપ્ટન