ચરોતરમાં ભાજપની રણનીતિ: 10 નગરપાલિકાના પ્રમુખ તરીકે મહિલાઓની કરાઈ વરણી

Charotar Nagarpalika President

Charotar Nagarpalika President : આણંદ અને ખેડા જિલ્લાની કુલ 10 નગરપાલિકાઓમાં છેલ્લા એક વર્ષથી (અને બોરસદ-સોજિત્રામાં સુપરસીડ થવાના કારણે બે વર્ષથી) ચાલી રહેલા વહીવટદાર શાસનનો સત્તાવાર રીતે અંત આવ્યો છે. ચરોતરની નગરપાલિકાઓમાં પ્રમુખ પદ માટે ભાજપ મોવડી મંડળ દ્વારા સત્તાવાર નામોની જાહેરાત કરવામાં આવી છે. આ વરણીમાં ભાજપે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતી મહિલાઓના બદલે મોટેભાગે ધોરણ ૧૨ પાસ સામાન્ય શૈક્ષણિક લાયકાત ધરાવતી મહિલાઓને પ્રમુખ પદ માટે વધુ પસંદ કરી છે, જેને લઈને સ્થાનિક રાજકારણમાં અનેક ચર્ચાઓ પણ જાગી છે.

Charotar Nagarpalika President : જાણો તમામ 10 નગરપાલિકાઓના નવા પ્રમુખ વિશે

પાલિકાઓમાં સત્તાવાર પદગ્રહણ અને આંતરિક સમીકરણોના આધારે વરણી પામેલા મહિલા પ્રમુખોની યાદી નીચે મુજબ છે:

બોરસદ નગરપાલિકા: પ્રમુખ પદે પૂર્વીબેન પટેલની વરણી કરાઈ છે, જેઓ ધોરણ ૧૨ પાસ છે અને કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીની નજીક ગણાય છે.

ઉમરેઠ નગરપાલિકા: પ્રમુખ પદે મીનાબેન પટેલ (અભ્યાસ: ધોરણ ૧૨ પાસ) ની પસંદગી થઈ છે, જેઓ સારો અનુભવ અને સ્થાનિક નેતાઓ સાથે સારું ટ્યુનિંગ ધરાવે છે.

ખંભાત નગરપાલિકા: પ્રમુખ પદે મંજુલાબેન રાણા (અભ્યાસ: ધોરણ ૧૦ પાસ) ની વરણી કરાઈ છે, જેઓ વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય છે.

તારાપુર નગરપાલિકા: પ્રમુખ પદે સક્રિય કાર્યકર રસમિકાબેન પટેલ (અભ્યાસ: SYBA) ની વરણી કરાઈ છે.

પેટલાદ નગરપાલિકા: પ્રમુખ પદે માત્ર ધોરણ ૪ પાસ કોકિલાબેન તળપદાની પસંદગી કરાઈ છે, જેઓ સતત બીજી વાર પાલિકામાં સભ્ય બન્યા છે અને લોકસંપર્ક ધરાવે છે.

સોજિત્રા નગરપાલિકા: પ્રમુખ પદે રીંકુબેન પટેલ (અભ્યાસ: ધોરણ ૧૨ પાસ) ની પસંદગી દ્વારા મોવડી મંડળે નવા ચહેરાને તક આપી છે.

કઠલાલ નગરપાલિકા: પ્રમુખ પદે સૌથી વધુ ભણેલા ટ્વિંકલબેન શાહ (અભ્યાસ: B.Com) ની વરણી કરાઈ છે, જેઓ સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર છે.

ઠાસરા નગરપાલિકા: પ્રમુખ પદે સ્વચ્છ છબી ધરાવતા અને બિનહરીફ ચૂંટાયેલા હિનાબેન પટેલ (અભ્યાસ: ધોરણ ૧૨ પાસ) ની પસંદગી થઈ છે.

કપડવંજ નગરપાલિકા: પ્રમુખ પદે બિનહરીફ વિજેતા બનેલા સેજલબેન પટેલ (અભ્યાસ: ધોરણ ૯ પાસ) પર ભાજપે વિશ્વાસ મૂક્યો છે.

કણજરી નગરપાલિકા: પ્રમુખ પદે મહિલા મોરચાના સક્રિય આગેવાન દક્ષાબેન વ્યાસ (અભ્યાસ: ધોરણ ૧૨ પાસ) ની વરણી કરવામાં આવી છે.

ભાજપની મજબૂત રણનીતિ

આ નવી વરણીઓમાં મોવડી મંડળે લીધેલા દીર્ઘદ્રષ્ટીપૂર્ણ નિર્ણયોને કારણે ચરોતરના સ્થાનિક રાજકારણમાં ભાજપની પક્કડ વધુ મજબૂત બની હોવાનો ભવ્ય અહેસાસ થઈ રહ્યો છે. ભાજપે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત કે ડિગ્રીઓ માત્ર ચકાસવાને બદલે જનતા સાથે સીધો નાતો ધરાવતા અને પાયાના સંગઠનને વફાદાર હોય તેવા ઓછું ભણેલા કે ધોરણ ૧૨ પાસ મહિલા કાર્યકરોને પ્રાધાન્ય આપીને સાચા અર્થમાં અંત્યોદય અને મહિલા સશક્તિકરણની વ્યાખ્યા સાર્થક કરી છે. રાજકીય વિશ્લેષકોના મતે, આ કોઈ ‘રબર સ્ટેમ્પ’ વ્યવસ્થા નથી, પરંતુ સામાન્ય પ્રજાની વેદનાને સમજી શકે તેવા ગ્રાઉન્ડ લેવલના સામાન્ય પરિવારના ચહેરાઓને શાસન સોંપવાની ભાજપની જનહિતની અનોખી ફોર્મ્યુલા છે. આ નવી અને ઉત્સાહી મહિલા બ્રિગેડ પાલિકાઓના બાકી રહેલા વિકાસ કાર્યોને બુલેટ ગતિ આપીને ચરોતરના નગરોનો નકશો બદલી નાખશે તેવો મજબૂત વિશ્વાસ શહેરીજનોમાં પ્રવર્તી રહ્યો છે.

આ પણ વાંચો: PM મોદીની અપીલ બાદ ગુજરાત સરકારનો મોટો નિર્ણય,સરકારી કચેરીઓમાં ઇંધણ બચાવવા પરિપત્ર જાહેર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *