આંધ્રપ્રદેશમાં ફાર્મા કંપની : આંધ્રપ્રદેશના અચ્યુતાપુરમ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં બુધવારે એક ફાર્માસ્યુટિકલ કંપનીની ફેક્ટરીમાં વિસ્ફોટને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં 17 કર્મચારીઓની દાઝી જતા મોત થઇ હતી, જ્યારે 41 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. અનાકાપલ્લેના જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય કૃષ્ણને જણાવ્યું કે આ દુર્ઘટના ‘એસેન્ટિયા’ ફાર્મા કંપનીના પ્લાન્ટમાં બપોરે 2 વાગ્યે થઈ હતી. તેમણે કહ્યું કે આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને અનાકાપલ્લે અને અચ્યુતાપુરમની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સિવાય જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે કંપનીમાં ફસાયેલા 13 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
આંધ્રપ્રદેશમાં ફાર્મા કંપની
જિલ્લા મેજિસ્ટ્રેટના જણાવ્યા અનુસાર, આ ઘટના રિએક્ટરમાં વિસ્ફોટના કારણે બની નથી. અધિકારીઓને આશંકા છે કે તે ઇલેક્ટ્રિકલ સંબંધિત આગ છે. પ્લાન્ટમાં લગભગ 380 કર્મચારીઓ બે શિફ્ટમાં કામ કરે છે. જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું કે આગ બુઝાવવા માટે છ ફાયર એન્જિન તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત લોકોને બચાવવા માટે NDRFની ટીમને બોલાવવામાં આવી છે.
રાજ્યના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને પીડિત પરિવારો અને કામદારોને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. “મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે સરકાર ઘાયલો અને મૃતક કામદારોના પરિવારોની સાથે છે અને તમામ શક્ય મદદ પૂરી પાડવા માટે તૈયાર છે,” એક સત્તાવાર પ્રેસ રિલીઝમાં જણાવાયું છે.
અમે તમને જણાવી દઈએ કે સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો (API) બનાવતી Essentia Advanced Sciences એ એપ્રિલ 2019 માં 200 કરોડ રૂપિયાના રોકાણ સાથે અહીં ઉત્પાદન શરૂ કર્યું હતું. આ પ્લાન્ટ અચ્યુતપુરમ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં લગભગ 40 એકર જમીનમાં ફેલાયેલો છે. અચ્યુતપુરમમાં આ અકસ્માત પહેલીવાર નથી થયો. ગયા મહિને જૂન મહિનામાં પણ આ જ સ્પેશિયલ ઝોનમાં વસંત કેમિકલ ફેક્ટરીના રિએક્ટરમાં વિસ્ફોટ થયો હતો, જેમાં એક કામદારનું મોત થયું હતું અને બે લોકો ઘાયલ થયા હતા.
આ પણ વાંચો- કોલકાતા રેપ-મર્ડર કેસમાં સૌરવ ગાંગુલી પત્ની સાથે કોલકાતાના રસ્તા પર વિરોધ પ્રદર્શન માટે ઉતરશે!