અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટમાં મળી બોમ્બની ધમકી, સુરક્ષા એજન્સી એકશનમાં

છેલ્લા કેટલાંક સમયમાં એરપોર્ટ અને વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતી રહી છે.આજે  જેદાહથી અમદાવાદ આવતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં પણ એક ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

આ ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર સવારે 9:30 વાગ્યે આવી હતી, અને આ પરિસ્થિતિને ગંભીરતાથી લેતાં, અમદાવાદ એરપોર્ટ પોલીસ, CISF, ડોગ સ્કવોર્ડ, અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ તરત જ એરપોર્ટ પર પહોંચી ગયા હતા. આગળની તપાસ માટે સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કેઅમદાવાદ એરપોર્ટ પર જેદાહથી આવેલી ઇન્ડિગો ફ્લાઈટમાંથી મુસાફરો બહાર નીકળ્યા બાદ ક્લિનર દ્વારા ફ્લાઈટ ક્લીન કરવામાં આવી રહી હતી. આ દરમિયાન, એક હાથથી લખેલી ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.આ ધમકીના પગલે, એરપોર્ટ ઓથોરિટીએ તરત જ પોલીસને જાણ કરી, અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે. પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. ચિઠ્ઠી એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) માટે મોકલવામાં આવી રહી છે, અને જેમ પણ મુસાફરો ફ્લાઈટમાં હતા, તેમના લખાણના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે.આ ઉપરાંત, ધમકી આપનાર વ્યક્તિ અંગે તપાસ કરવામાં આવી રહી છે, અને હાલ એરપોર્ટ પોલીસને એરપોર્ટ પર તાત્કાલિક ઉપસ્થિત રાખવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *