કેપ્ટન શહીદ: સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના અસાર વિસ્તારમાં આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી. આ દરમિયાન ભારતીય સેનાની 48 રાષ્ટ્રીય રાઈફલ્સનો એક કેપ્ટન શહીદ થયા હતા. હજુ ઓપરેશન ચાલુ છે. આ અથડામણમાં એક નાગરિક પણ ઘાયલ થયો હતો.
સૂત્રોએ જણાવ્યું કે એવું માનવામાં આવે છે કે આતંકવાદીઓ શિવગઢ-અસાર બેલ્ટમાં ક્યાંક છુપાયેલા છે. તેમણે કહ્યું કે આ ગોળીબારમાં કોઈ આતંકવાદી ઘાયલ થયો હોઈ શકે છે કારણ કે વિસ્તારમાં લોહીના ડાઘા જોવા મળ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે સુરક્ષા દળોએ વિસ્તારમાંથી એક M4 કાર્બાઈન અને ત્રણ બેગ મળી આવી છે.તેમણે કહ્યું કે એવું માનવામાં આવે છે કે આ વિસ્તારોમાં સુરક્ષા દળો અને પોલીસ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યા બાદ આતંકવાદીઓ ઉધમપુર જિલ્લાના પટનીટોપ વિસ્તાર નજીક અકર જંગલમાં છુપાયેલા છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહ એક હાઈ-પ્રોફાઈલ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે, જેમાં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર છે.નોંધનીય છે કે ડોડા જિલ્લાના અસાર વિસ્તારમાં મંગળવારે સાંજે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. “ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસે પટનીટોપ નજીક અકર જંગલમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું, આર્મીના વ્હાઇટ નાઈટ કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું. “એવા અહેવાલો છે કે ઓપરેશનમાં એક આતંકવાદી ઘાયલ થયો છે
આ પણ વાંચો- બિહારની આ જગ્યા પર આ કારણથી 14મી ઓગ્સ્ટની મધરાત્રિએ ફરકાવવામાં આવે છે તિરંગો