PF ખાતાધારકોની મોજ: હવે માત્ર એક WhatsApp મેસેજથી જાણી શકાશે PF બેલેન્સ અને ક્લેમ સ્ટેટસ

EPFO WhatsApp Service

EPFO WhatsApp Service : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના કરોડો સભ્યોને વહીવટી સેવાઓ વધુ સરળતાથી અને ઝડપથી મળી રહે તે માટે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નવી દિલ્હી ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં સત્તાવાર જાહેરાત કરી છે કે, EPFO ટૂંક સમયમાં જ વોટ્સએપ આધારિત ચેટબોટ સેવાઓ (WhatsApp Chatbot Services) લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ નવી વ્યવસ્થા હેઠળ પીએફ ગ્રાહકોએ હવે બેલેન્સ ચેક કરવા કે ક્લેમનું સ્ટેટસ જાણવા માટે પોર્ટલ પર લોગ-ઈન કરવાની કે ઓટીપી (OTP) ની લાંબી ઝંઝટમાં પડવું નહીં પડે.

EPFO WhatsApp Service : માત્ર “Hello” લખીને શરૂ થશે બધી સેવાઓ

ઉલ્લેખનીય છે કે  EPFO દ્વારા આ સુવિધાને અત્યંત યુઝર-ફ્રેન્ડલી અને સુરક્ષિત બનાવવામાં આવી છે, જેથી સામાન્ય કર્મચારી પણ તેનો સરળતાથી ઉપયોગ કરી શકે.ખાતાધારકોની સુરક્ષા માટે EPFO દ્વારા ગ્રીન ટિક માર્ક (Green Tick) વાળો સત્તાવાર અને વેરિફાઇડ વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવશે. જ્યારે કોઈ સભ્ય આ નંબર પર “Hello” લખીને મેસેજ મોકલશે, ત્યારે સિસ્ટમ આપોઆપ તપાસ કરશે કે મેસેજ મોકલનારનો મોબાઈલ નંબર યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) સાથે લિંક છે કે નહીં.

સ્થાનિક ભાષાનો સપોર્ટ: નંબર વેરિફાય થયા બાદ ગ્રાહકોને તેમની સ્થાનિક ભાષા (ગુજરાતી, હિન્દી વગેરે) માં સરળ મેનૂ ઓપ્શન આપવામાં આવશે, જ્યાંથી તેઓ પોતાની પસંદગી મુજબની માહિતી મેળવી શકશે.

વોટ્સએપ પર કઈ-કઈ સુવિધાઓ મળશે?

નોંધનીય છે કે  કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના જણાવ્યા અનુસાર, આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ચેટબોટ સિસ્ટમ ગ્રાહકોને ૨૪ કલાક સેવા આપશે.

બેલેન્સ અને ટ્રાન્ઝેક્શન: સભ્યો પોતાના પીએફ ખાતાનું કુલ બેલેન્સ સેકન્ડોમાં જાણી શકશે અને સાથે જ છેલ્લા ૫ ટ્રાન્ઝેક્શન (જમા કે ઉપાડ) ની વિગતો પણ જોઈ શકશે.

ક્લેમ ટ્રેકિંગ: પીએફના નાણાં ઉપાડવા માટે અરજી કર્યા બાદ ગ્રાહકો પોતાના ક્લેમનું રિયલ-ટાઇમ સ્ટેટસ (પ્રક્રિયામાં છે, મંજૂર થયું કે રિજેક્ટ થયું) વોટ્સએપ પર જ જોઈ શકશે.

ભૂલોનું સુધારણા: આ સિસ્ટમ શરૂઆતમાં એવા સભ્યોને પણ મદદ કરશે જેમનું આધાર વેરિફિકેશન બાકી છે અથવા પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ બેંક ખાતા સક્રિય નથી.

UPI દ્વારા પૈસા ઉપાડવાની ટેક્નોલોજી પણ તૈયાર

શ્રમ મંત્રાલયના જણાવ્યા મુજબ, EPFO 3.0 અંતર્ગત ડિજિટલ સેવાઓને વધુ મજબૂત અને પેપરલેસ બનાવવાનું કામ અંતિમ ચરણમાં છે.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ વધુ એક મોટો ધડાકો કરતા જણાવ્યું કે, આગામી સમયમાં પીએફ ધારકોને વોટ્સએપ સુવિધા ઉપરાંત UPI પેમેન્ટ ગેટવે (UPI Payment Gateway) ની સુવિધા પણ આપવામાં આવશે. આ સુવિધાનું સફળ ટેસ્ટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે, જેના કારણે ભવિષ્યમાં કર્મચારીઓ પોતાના પીએફના નાણાં સીધા યુપીઆઈ આઈડી (UPI ID) ની મદદથી પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકશે. આ તમામ સેવાઓ આગામી એક મહિનાની અંદર દેશભરના કરોડો સબ્સ્ક્રાઇબર્સ માટે સત્તાવાર રીતે લાઈવ કરી દેવામાં આવશે.

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 90 પૈસાનો વધારો: આજનો નવો ભાવ જુઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *