PM Modi Norway Reporter : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નોર્વે મુલાકાત દરમિયાન બનેલી એક ઘટના સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. નોર્વેની મહિલા પત્રકાર હેલ્લે લિંગેએ એક વીડિયો શેર કરીને દાવો કર્યો હતો કે સંયુક્ત પ્રેસ બ્રીફિંગ દરમિયાન પીએમ મોદીએ તેમના સવાલનો સામનો કરવાનું ટાળ્યું હતું અને તેઓ બ્રીફિંગ રૂમ છોડીને ચાલ્યા ગયા હતા. આ વીડિયો સામે આવ્યા બાદ ભારતમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓએ પીએમ મોદી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જોકે, આ વિવાદ બાદ સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગનો ભોગ બનેલી મહિલા પત્રકારે હવે સત્તાવાર રીતે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે.
Dear Sibi,
You have a bright future in Indian politics🔥The confidence & authority with which you say these things!💪
U should start as party spokesperson today (that way you’ll embarrass yourself at home and not the nation abroad)🙏🏼 pic.twitter.com/9E9SjkpmkJ— The DeshBhakt 🇮🇳 (@TheDeshBhakt) May 19, 2026
PM Modi Norway Reporter પત્રકાર હેલ્લે લિંગેએ શું ખુલાસો કર્યો?
વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર ભારતીય યુઝર્સ અને વિવિધ એકાઉન્ટ્સ દ્વારા મહિલા પત્રકારની હેતુઓ સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને તેમને વિદેશી એજન્ટ કે જાસૂસ તરીકે ટ્રોલ કરવામાં આવ્યા હતા.ટ્રોલિંગ અને આક્ષેપો સામે પ્રતિક્રિયા આપતા હેલ્લે લિંગેએ સ્પષ્ટતા કરી છે કે, “હું કોઈ વિદેશી જાસૂસ કે એજન્ટ નથી. હું એક પ્રોફેશનલ પત્રકાર છું અને મારું કામ માત્ર સવાલ પૂછવાનું હતું.”પત્રકારના આ વિવાદમાં ભારતના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પત્રકારના સમર્થનમાં પોસ્ટ મૂકીને પ્રેસની સ્વતંત્રતા અંગે સવાલો ઉઠાવ્યા હતા, જેના કારણે આ આખો મુદ્દો દિલ્હીથી લઈને નોર્વે સુધી રાજકીય જંગમાં ફેરવાઈ ગયો છે.
Dear Sibi,
You have a bright future in Indian politics🔥The confidence & authority with which you say these things!💪
U should start as party spokesperson today (that way you’ll embarrass yourself at home and not the nation abroad)🙏🏼 pic.twitter.com/9E9SjkpmkJ— The DeshBhakt 🇮🇳 (@TheDeshBhakt) May 19, 2026
ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલયનો જવાબ
નોર્વેમાં સ્થિત ભારતીય દૂતાવાસ અને ભારતના વિદેશ મંત્રાલય (MEA) દ્વારા આ વાયરલ વીડિયો અને આક્ષેપો પર સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી છે. ભારતીય દૂતાવાસે સ્પષ્ટ કર્યું છે કે દ્વિપક્ષીય મુલાકાતો દરમિયાન પ્રેસ કોન્ફરન્સ કે સંયુક્ત નિવેદનોના ચોક્કસ આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ અને સમયમર્યાદા નક્કી હોય છે. પીએમ મોદી કે ભારતીય પ્રતિનિધિમંડળ કોઈ સવાલથી બચવા માટે બહાર નીકળ્યા નહોતા, પરંતુ નિર્ધારિત સમય અને પૂર્વ-આયોજિત કાર્યક્રમ પૂરો થતાં જ બંને દેશોના નેતાઓ પ્રોટોકોલ મુજબ રૂમની બહાર ગયા હતા. દૂતાવાસે પત્રકારના આક્ષેપોને તથ્યહીન અને ભ્રામક ગણાવ્યા છે.

