ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદમાં દારૂ પીવાથી ત્રણ લોકોના મોત થયાનો અહેવાલ પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના બાદ તંત્ર દોડતું થયું છે અને એક સાથે ત્રણ લોકોના મોતના પગલે લઠ્ઠાકાંડની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.મળતી માહિતી મુજબ, નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં ફાટક પાસે ત્રણ જણના શંકાસ્પદ મોત થયા હતા. આ ઘટનાની વિગતો મુજબ, માત્ર અડધા કલાકની અંદર જ ત્રણ જણની તબિયત લથડતાં, તેમના પરિવારજનો તેમને તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. પરંતુ, દુઃખદ રીતે, સારવારની પહેલાં ત્રણેય જણનું મોત નિપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે નડિયાદ ટાઉન પોલીસને થતાં પોલીસનો કાફલો દોડી આવી તપાસ હાથ ધરી છે અને મૃતદેહોને પીએમ અર્થે મોકલવાની કામગીરી હાથ ધરી છે.જ્યારે આ ઘટના બાદ મૃતકના પરિવારજનોએ દારુ પીવાથી મોત નીપજ્યું હોવાનાં આક્ષેપ કર્યા છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.