કોંગ્રેસ નેતાને માર મારવાના કેસમાં પૂર્વ DGP કુલદીપ શર્માને 3 મહિનાની સજા!

કચ્છના તત્કાલીન SP કુલદીપ શર્માને સજા ફટકારી છે. આ ચૂકાદો ભુજ કોર્ટે 41 વર્ષ બાદ આપ્યો છે. 1984માં નોંધાયેલા ગુનાની સંબંધિત આ કેસમાં, ભુજ કોર્ટે કુલદીપ શર્મા અને ગીરીશ વસાવડાને 3 મહિનાની સજા ફટકારી છે. આ કેસ સામાજિક કાર્યકરને માર મારવાના સંદર્ભમાં હતો, અને 41 વર્ષ બાદ આ અંગેની સજા ફટકારવામાં આવી છે.

41 વર્ષ પહેલાં કોંગ્રેસના નેતા અબ્દુલા હાજી ઇબ્રાહીમ પર માર મારવાના કેસમાં ભુજ કોર્ટે મોટો ચૂકાદો સંભળાવ્યો છે. 1984ના આ કેસમાં, પૂર્વ ડીજીપી કુલદીપ શર્માને દોષી ઠરાવતા 3 મહિનાની જેલ સજા ફટકારી છે. આ કેસમાં મુખ્ય ફરિયાદી ઇબ્રાહિમ શેઠનું અવસાન થઈ ચૂક્યું છે. તેમ છતાં, ઇબ્રાહિમ શેઠના પરિવારજનો દ્વારા આ ચૂકાદાને આવકારતા, રોમાંચક ઉત્સાહમાં રોડ પર ફટાકડા ફોડીને ઉજવણી કરી છે અને એકબીજાને મો મીઠું કરાવ્યું છે.

નોંધનીય છે કે 6 મે 1984ના રોજ નલિયાના એક કેસ બાબતે કોંગ્રેસના નેતા અબ્દુલ્લા હાજી ઇબ્રાહીમ તત્કાલિન ઓફિસર કુલદીપ શર્માને મળવા ગયા હતા, જ્યાં તેમનું અપમાન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઉગ્ર બોલાચાલી થતાં મામલો ગરમાયો હતો. આ દરમિયાન તત્કાલિન ઓફિસર કુલદીપ શર્માએ તેમના સાથી અધિકારીઓને બોલાવીને માર માર્યો હતો. આ ઘટનાની ફરિયાદ કોર્ટમાં થતાં 41 વર્ષ ચૂકાદો આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *