ચાંગોદરમાં બોગસ કોલ સેન્ટર ચલાવતા પાંચ ગઠિયા ઝડપાયા,શેરબજારમાં રોકાણના નામે કરતા ઠગાઇ!

Call Center in Changodar – અમદાવાદના ચાંગોદરાના મોરૈયા ગામમાં આવેલ સેપાન વિલાસોસાયટીના એક મકાનમાં ચાલી રહેલા કોલ સેન્ટરનો પર્દાફાશ કરી, સ્ટેટ મોનીટરિંગ સેલ (SMC)ની તપાસ ટીમે પાંચ સાયબર ગુનેગારોની ધરપકડ કરી છે. આ કૌભાંડથી કુલ 31,66,200 રૂપિયા જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Call Center in Changodar – પ્રાપ્ત માહિતી મુજબ, આ ગુનેગારો શેરબજારના નામે લોકોમાંથી રોકાણ કરાવતાં હતા. આરોપીઓ મકાનમાં કોલ સેન્ટર ચલાવી, લોકોને શેરબજારના લાવચણી tips આપીને તેમને ધીરે-ધીરે વિશ્વાસમાં લેતા હતા. પછી, તેમને મોટું રોકાણ કરાવતાં અને તે રોકાણ લુંટ્યા બાદ ફોન બંધ કરીને ફ્રોડની ઘટનાને અંજામ આપતા હતા.

નોંધનીય છે કે શેરબજારની ટિપ્સ આપીને  લોકોને ઠગતા પાંચ આરોપીઓની SMCની ટીમે મોરૈયામાંથી ધરપકડ કરી છે. પોલીસે રણજીતજી ઠાકોર, દિલીપકુમાર ઠાકોર, લક્ષ્મણજી ઠાકોર, વિપુલજી ઠાકોર, રાહુલજી ઠાકોરને ઝડપી લીધા છે. તેમની પાસેથી 19 મોબાઇલ અને ઘણી વિગતો પણ મળી આવી છે. પોલીસે રોકડ રૂ. 55,000 રોકડ, રૂ. 1,11,000 કિંમતના 19 મોબાઈલ, 4 મોબાઈલ ચાર્જર, રૂ. 30,00,000 કિંમતનું વાહન સહિત કુલ રૂ 31,66,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે

 

આ પણ વાંચો – સરખેજમાં હાદિનગરના પરિવારોને અલ્ટીમેટમ, મકાનો તોડિ પાડવાનો કરાયો હુકમ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *