દશામાની મૂર્તિ :ગુજરાતના ગાંધીનગરમાંથી પાંચ લોકો ડૂબ્યા છે તેના મોટા સમાચાર સામે આવ્યા છે.આ સમાચારથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ ગઇ છે. આજે વહેલી સવારે ગાંધીનગરમાં દશામાની મૂર્તિ પધરાવવા જતા પાંચ લોકો સાબરમતી નદીમાં ડૂબ્યા છે. ફાયર વિભાગની ટીમે ભારે શોધખોળ બાદ ડૂબેલા પાંચ લોકોમાંથી ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. નોંધનીય છે કે, મંગળવારે દશામાના વ્રતની પૂર્ણાહિતી થઇ હતી અને નદીમાં મૂર્તિ પધરાવા જતા હતા ત્યારે આ ઘટના બની હતી.
નોંધનીય છે કે મંગળવારે દશામાના વ્રતનો છેલ્લો દિવસ હતો અને ભક્તો રાતે જાગરણ કર્યુ હતુ. આજે વહેલી સવારે ગાંધીનગરમાં સેક્ટર 30 પાસે આવેલી સાબરમતી નદીમાં ગોઝારી ઘટના બની છે. દશામાની મૂર્તિ પધરાવતા પાંચ લોકો ડૂબ્યા હતા. જે બાદ ફાયર વિભાગને જાણ થતા ત્યાં આવીને શોધખોળ કરી હતી.
ગાંધીનગરના સેક્ટર – 30 સાબરમતી નદીમાં અમદાવાદથી ટેમ્પામાં મૂર્તિ પધરાવવા માટે આવેલા એક પરિવારની બાર વર્ષની પૂનમ પ્રજાપતિ નામની કિશોરી ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જેને બચાવવા એક પછી એક ચાર લોકોએ પાણીમાં કુદી શોધખોળ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે પૈકી અજય વણઝારા અને ભારતીબેન પ્રજાપતિ પણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિને સ્થાનિકોએ બચાવી લીધા હતા
નોંધનીય છે કે ગુજરાતના ગાંધીનગરમાંથી પાંચ લોકો ડૂબ્યા છે તેના મોટા સમાચાર સામે આવ્યા છે.આ સમાચારથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ ગઇ છે. આજે વહેલી સવારે ગાંધીનગરમાં દશામાની મૂર્તિ પધરાવવા જતા પાંચ લોકો સાબરમતી નદીમાં ડૂબ્યા છે. . ફાયર વિભાગની ટીમે ભારે શોધખોળ બાદ ડૂબેલા પાંચ લોકોમાંથી ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. નોંધનીય છે કે, મંગળવારે દશામાના વ્રતની પૂર્ણાહિતી થઇ હતી અને નદીમાં મૂર્તિ પધરાવા જતા હતા ત્યારે આ ઘટના બની હતી
આ પણ વાંચો- વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ પર 750 મીટર લાંબા ત્રિરંગા સાથે નિકળી રેલી, જુઓ વીડિયો