અમદાવાદના ધામતવણમાં નિ:શુલ્ક રોજગારલક્ષી કિટનું વિતરણ કાર્યક્રમ યોજાયો, નોર્થ વેસ્ટ રીલિફ ટ્રસ્ટ અને મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજના સહયોગથી

ધામતવણ

ધામતવણ – ગરીબ અને જરૂરિયામંદને મદદ કરવા માટે હમેશા નોર્થ વેસ્ટ રીલિફ ટ્રસ્ટ યુ.કે. અને મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ અગ્રેસર રહે છે.મધ્યગુજરાત મુસ્લિમ સમાજ અને  નોર્થ વેસ્ટ રીલિફ ટ્રસ્ટ હમેંશા સમાજના સર્વાંગી વિકાસ માટે  તૈયાર રહે છે.આત્મસન્માન સાથે વ્યક્તિ સ્વાલંબી બને તે માટે અથાગ પ્રયત્ન ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે. આ ઉપરાંત સમાજ વધુ શિક્ષિત થાય તે માટે પ્રયત્નશીલ રહે છે આ સાથે અનેક સેવાકિય પ્રવૃતિ કરીને સમાજને મહામૂલ્ય યોગદાન પૂરુ પાડે છે સમાજના આર્થિક પછાત લોકોને પગભર કરવા તેઓ આત્મસન્માનથી જીવે તે હેતુથી અમદાવાદના ધામતવણ મુકામે નિ:શુલ્ક હાથલારી સહિત રોજગારલક્ષી કીટનું વિતરણ  કરવામાં આવ્યું હતું. રાજ્યના અનેક તાલુકામાં  નોર્થ વેસ્ટ રીલિફ ટ્રસ્ટ અને મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ તરફથી રોજગારલક્ષી કિટનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ધામતવણ – આજરોજ તા.૨૮-૧૨-૨૦૨૪ ને શનિવારે અમદાવાદ જિલ્લાના ધામતવણ ખાતે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ ના મંત્રી બદરુદ્દીન મલેક ના પટાંગણમાં નોર્થ વેસ્ટ રીલીફ ટ્રસ્ટ યુકે દ્વારા મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ ના સહયોગથી, જરુરીયાત લાભાર્થીઓને વિના મુલ્યે પચાસ હાથલારી,સાત સિવવવાના સંચા તથા વિકલાંગ વ્યક્તિઓને ટ્રાઇ સિકલ આપવામાં આવી.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો માં ટ્રસ્ટ ના મંત્રી યાકુબ ભાઈ જિનગા, બાબુભાઈ,શાહ નવાજ ખાન પઠાણ એડવોકેટ, મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ ના પ્રમુખ કરીમ ભાઈ મલેક, ફરીદ ભાઈ મુખી, બદરુદ્દીન મલેક,ધામતપણ ગામના સરપંચ, સિરાજ ભાઈ કુરેશી, સચિવ અશગર ભાઈ શેખ, રઝાક ભાઈ જીરા વાલા, ઈસુબ ભાઈ મલેક, અડવાણી, ગામ ના આગેવાનો તથા મોટીસંખ્યામાં લાભાર્થી જોડાયા હતા.ઈમતીયાજ ભાઈ મલેકે સુંદર આયોજન કર્યું હતું . આ કાર્યક્રમમાં અનેક  લાભાર્થીઓને રોજગારલક્ષી કિટ વિતરણ કરવામાં આવી હતી. 

આ પણ વાંચો –    ધંધુકાના રોજકા ગામમાં અમવા સંસ્થાની નવી બ્રાન્ચનું વિધિવત ઉદ્દઘાટન કરવામાં આવ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *