Gandevi Municipality Election Update: નવસારી જિલ્લાની [Navsari District] ગણદેવી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને [Congress] મોટો ફટકો પડ્યો છે. પક્ષના મેન્ડેટ [Party Mandate] સમયસર રજૂ ન કરી શકવાને કારણે કોંગ્રેસના તમામ ૨૦ ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા છે. આ વહીવટી છબરડાને કારણે ભાજપે [BJP] ચૂંટણી લડ્યા વિના જ ૨૪ માંથી ૨૧ બેઠકો પર બિનહરીફ [Unopposed] જીત મેળવી લીધી છે. આ સાથે જ કોંગ્રેસે પાલિકા પરથી પોતાનો કબજો ગુમાવ્યો છે.
બાકીની ૩ બેઠકો પર પણ ભાજપની ક્લીનસ્વીપની તૈયારી [Gandevi Municipality Election Update]
ગણદેવી પાલિકાના [Gandevi Municipality] ૬ વોર્ડની ૨૪ બેઠકો માટે કુલ ૬૯ ફોર્મ ભરાયા હતા. જેમાંથી કોંગ્રેસના ૨૦ અને એક અપક્ષનું ફોર્મ રદ થતા હવે માત્ર ૩ બેઠકો પર જ રસાકસી બાકી છે. જોકે, રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ભાજપ બાકી રહેલા ૩ અપક્ષ ઉમેદવારોને પણ ફોર્મ પરત ખેંચાવી આખી પાલિકા બિનહરીફ કબજે કરવાની તૈયારીમાં છે. હાલ વોર્ડ નંબર ૧ માં રાજેશભાઈ પટેલ [Rajeshbhai Patel], વોર્ડ ૪ માં નિલેશકુમાર શર્મા [Nileshkumar Sharma] અને વોર્ડ ૬ માં કેયુરભાઈ વશી [Keyurbhai Vashi] સામે અપક્ષો મેદાનમાં છે.
કોંગ્રેસના આંતરિક વિખવાદ અને ફિક્સિંગના આક્ષેપો [Congress Internal Conflict Allegations]
કોંગ્રેસના આટલા મોટા છબરડા બાદ જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ [Shailesh Patel] સામે પક્ષના કાર્યકરોએ જ મોરચો માંડ્યો છે. કાર્યકરો આક્ષેપ કરી રહ્યા છે કે શું ભાજપને ક્લીનસ્વીપ આપવા માટે પડદા પાછળ કોઈ ‘સેટિંગ’ કરવામાં આવ્યું હતું? સમયસર મેન્ડેટ કેમ ન પહોંચ્યા તે મોટો પ્રશ્ન છે. ભાજપ સામે હંમેશા સામ, દામ, દંડ, ભેદની નીતિના આરોપો લાગતા રહ્યા છે, પરંતુ આ કિસ્સામાં કોંગ્રેસની પોતાની બેદરકારીએ લોકોમાં અનેક શંકાઓ જન્માવી છે.
આ પણ વાંચો: રાજકોટ કોંગ્રેસના 18 ઉમેદવારો અજ્ઞાત સ્થળે; ભાજપ પર ગંભીર આક્ષેપ

