રાજકોટમાં રાજકીય ગરમાવો: ફોર્મ પાછા ખેંચાવવાના ડરથી કોંગ્રેસે 18થી વધુ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા

Rajkot Congress Candidates

Rajkot Congress Candidates: રાજકોટમાં સ્થાનિક ચૂંટણી પૂર્વે રાજકીય ડ્રામા ચરમસીમાએ પહોંચ્યો છે. પ્રથમવાર ભાજપ [BJP] કરતા વહેલી ઉમેદવારોની યાદી જાહેર કરનાર કોંગ્રેસે [Congress] હવે પોતાના જ ઉમેદવારોને બચાવવા મેદાને પડવું પડ્યું છે. ચૂંટણી બિનહરીફ [Unopposed Election] કરાવવા માટે નવોદિત ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવવાના કાવાદાવા શરૂ થતા કોંગ્રેસે તેના ૧૮થી વધુ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે [Secret Location] ખસેડી દીધા છે.

ભાજપ હાર ભાળી જતાં ધમકાવતી હોવાનો આક્ષેપ (Rajkot Congress Candidates)

શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ [Rajdeepsinh Jadeja] ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સત્તાધારી પક્ષ સામે પ્રજામાં વ્યાપ્ત રોષ અને આંતરિક વિખવાદને કારણે ભાજપ પોતાની હાર ભાળી ગયું છે. આથી અમારા શાંતિપ્રિય અને લો-પ્રોફાઈલ સભ્યોને લલચાવવા કે ધમકાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આવા ૪-૫ કિસ્સા સામે આવતા ૧૫મી તારીખે ફોર્મ ખેંચવાની અંતિમ મુદત સુધી ઉમેદવારોને સુરક્ષિત રાખવાનો નિર્ણય લેવાયો છે. જોકે, શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ [Madhav Dave] આ વાતોને ફગાવી દેતા કહ્યું કે ભાજપ પાસે આવા કામો કરવાનો સમય જ નથી.

તંત્રના પક્ષપાતી વલણ સામે કોંગ્રેસનો આક્રોશ (Bias of Government Officials)

રાજકોટના વોર્ડ નં. ૩, ૭ અને ૧૫ જેવા સંવેદનશીલ વોર્ડમાં પેનલ અકબંધ રાખવાની જવાબદારી સ્થાનિક નેતાઓને સોંપાઈ છે. કોંગ્રેસ નેતાઓએ આકરા પ્રહાર કરતા કહ્યું કે, અમારી લડાઈ ભાજપ સામે નહીં પણ પક્ષપાતી શાસકો સામે છે. તેમણે આક્ષેપ કર્યો કે સરકારી અધિકારીઓ [Government Officials] ભાજપના કાર્યકરોની જેમ વર્તી રહ્યા છે, જેના કારણે તંત્ર પાસેથી રક્ષણ કે ન્યાયની અપેક્ષા રાખવી મુશ્કેલ બની ગઈ છે.

આ પણ વાંચો: ગુજરાતના મંત્રીઓમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ: પ્રજાના પ્રશ્નો બાજુએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *