બજેટમાં કોંગ્રેસના ઢંઢેરાની ઝલક, મજા પડી ગઇ : પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ

Employment incentive

 નાણામંત્રી નિર્મલા સિતારમણે (Employment incentive) આજે સંસદ સામાન્ય બજેટ રજૂ કર્યો હતો જેમાં યુવાનોને ધ્યાનમાં લઇને અનેકરોજગારલક્ષી જાહેરાત કરી હતી. આ બજેટમાં ઈન્ટર્નશિપ યોજનાની જાહેરાત કર્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે કટાક્ષ કરતા કહ્યું કે, મજા આવી ગઈ. અમને એ વાતની ખુશી થઈ ક, લોકસભા ચૂંટણી બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે અમારો ચૂંટણી ઢંઢેરો વાંચ્યો તો હતો. પી. ચિદમ્બરે કહ્યું કે બજેટમાં કોંગ્રેસના ઢંઢેરાની ઝલક જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય બજેટ 2024-25માં પ્રધાનમંત્રી ઈન્ટર્નશિપ યોજનાની (Employment incentive) જાહેરાત કરી છે. આ યોજના હેઠળ યુવાઓને ઈન્ટર્નશિપ સાથે 5,000 રૂપિયાનું માસિક ભથ્થું મળશે.લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરેલા પોતાના ચૂંટણી ઢંઢેરામાં તાલીમના અધિકારોનો વાયદો કર્યો હતો, તેના હેઠળ  ડિપ્લોમા અને ડિગ્રી ધરાવનાર બેરોજગાર યુવાઓને ટ્રેનિંગ સાથે એક વર્ષ સુધી દર મહિેને 8,500 રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. કોંગ્રેસે આ કાર્યક્રમને ‘પહેલી નોકરી પાક્કી’ નામ પણ આપ્યું હતું.

 

 

નોંધનીય છે કે પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમે X પર પોસ્ટ કરી અને લખ્યું કે, મને એ જાણીને ખુશી થઈ કે, માનનીય નાણામંત્રીએ ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસના લોકસભા 2024ના ચૂંટણી ઢંઢેરાનો વાંચ્યો છે. મને એ વાતની પણ ખુશી છે કે, તેમણે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના પેજ નંબર 30 પર ઉલ્લેખ કરાયેલ રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન ને અપનાવ્યો છે.

આ પણ વાંચો –મોદી સરકારે સોના-ચાંદીની આયાત ડ્યુટીમાં 6 ટકાનો ઘટાડો કરતા GOLD 3,700 રુપિયા સસ્તું થયું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *