Government scheme: યુવાનો માટે સુવર્ણ તક: PM ઇન્ટર્નશિપ યોજના અંતર્ગત ટોચની કંપનીઓમાં નોકરીનો મોકો!

Government scheme

Government scheme:  કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે PM ઇન્ટર્નશિપ યોજના માટે નવી એપ્લિકેશન લોન્ચ કરી છે, જે 10 અને 12 પાસ, ડિપ્લોમા, ITI અને ગ્રેજ્યુએટ યુવાનો માટે એક સારો અવસર બની રહેશે. 21થી 24 વર્ષની ઉંમરના ઉમેદવારોને દર મહિને ₹5,000 સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.

દેશની ટોચની 500 કંપનીઓમાં ઇન્ટર્નશિપનો મોકો
નોકરી શોધી રહેલા યુવાનો માટે સારી તક છે. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં PM ઇન્ટર્નશિપ યોજનાને વધુ સરળ અને અસરકારક બનાવવા માટે એક ખાસ મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ્લિકેશન અને સરકારની વેબસાઇટ દ્વારા ઉમેદવારો રજીસ્ટ્રેશન કરી શકે છે.

રાજકોટ રોજગાર કચેરીના અધિકારી ચેતન દવે અનુસાર, આ યોજના એક વર્ષ માટે છે અને ધોરણ 10, 12, ડિપ્લોમા, ITI અને ગ્રેજ્યુએટ યુવાનોને દેશની ટોચની 500 કંપનીઓમાં તાલીમ મેળવવાની તક આપશે. હાલ બીજા તબક્કાનું રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે. ઇન્ટર્નશિપ પૂર્ણ કરનાર ઉમેદવારને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે, જે તેમના ભવિષ્ય માટે ઉપયોગી સાબિત થશે.

કોણ છે પાત્ર?
આ યોજનાનો લાભ લેવા માટે ઉમેદવાર માટે નીચેનાં માપદંડો મહત્વના રહેશે:
ઉંમર 21 થી 24 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
ઉમેદવારનો અભ્યાસ પૂર્ણ થયેલો હોવો જોઈએ.
કોઈપણ સરકારી નોકરી કે અન્ય અભ્યાસમાં હોય તો પાત્ર ગણાશે નહીં.
પરિવારના કોઈપણ સભ્ય સરકારી નોકરીમાં ન હોવા જોઈએ.
વાર્ષિક આવક ₹8 લાખથી ઓછી હોવી જોઈએ.
જે ઉમેદવારો પહેલા તબક્કામાં અરજી કરી ચુક્યા હોય તેઓ બીજા તબક્કામાં અરજી કરી શકશે નહીં.
ભારત કે ગુજરાત સરકારની અન્ય કોઈ યોજનાનો લાભ લેનારા ઉમેદવારો પણ પાત્ર નહીં ગણાય.

યોજના અંતર્ગત લાભો
દર મહિને ₹5,000 સ્ટાઇપેન્ડ (₹4,500 કંપની અને ₹500 સરકાર આપશે).
₹5,000ની આકસ્મિક વીમા રકમ.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ સુરક્ષા.
એક ઉમેદવાર મહત્તમ ત્રણ વખત અરજી કરી શકે છે.

અરજી માટે જરૂરી દસ્તાવેજો
આધાર કાર્ડ
શૈક્ષણિક પ્રમાણપત્રો
પાસપોર્ટ સાઇઝ ફોટો

યોજનાનો ઉદ્દેશ પાંચ વર્ષમાં 1 કરોડ યુવાનોને ઇન્ટર્નશિપ આપવાનો છે. પહેલો તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ થયો છે અને બીજો તબક્કો જાન્યુઆરીથી શરૂ થયો છે, જે 31 માર્ચે પૂરું થશે.

વધુ માહિતી માટે તમારી નજીકની જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરો અથવા PM Internship Portal પર મુલાકાત લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *