Gujarat goverment : ગુજરાતમાં વહીવટી સુધારણા માટે ખાસ આયોગની રચના, બે વર્ષમાં રિપોર્ટ રજૂ થશે

Gujarat goverment

Gujarat goverment : ગુજરાત સરકારે વહીવટી કાર્યક્ષમતાને વધારવા માટે વહીવટી સુધારણા આયોગની રચના કરી છે. આ આયોગ રાજ્યના 28 સરકારી વિભાગો, જાહેર સાહસો અને સરકારી કંપનીઓની કામગીરીને વધુ અસરકારક અને વ્યવસ્થિત બનાવવા માટે કામ કરશે. સરકારને આગામી બે વર્ષમાં સંપૂર્ણ રિપોર્ટ આપવામાં આવશે, જે આધારે સુધારાની ભલામણો અમલમાં મુકાશે.

ગુજરાતમાં વહીવટી સુધારણા માટે ખાસ આયોગની રચના
રાજ્ય સરકારે વહીવટમાં સુધારાઓ લાવવા અને કામગીરીમાં કાર્યક્ષમતાને વધારવા માટે ગુજરાત વહીવટી સુધારણા આયોગની રચના કરી છે. મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં આ આયોગનું ગઠન કરવામાં આવ્યું છે. આમાં સામાન્ય વહીવટ, નાણાં, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સભ્ય તરીકે સામેલ છે.

આયોગ 12 મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન આપશે, જેમાં સરકારી વિભાગો અને જાહેર સાહસોની બિનકાર્યક્ષમતા દૂર કરવી, ઓવરલેપ ઘટાડવો, માનવશક્તિ મૂલ્યાંકન, કર્મચારી તાલીમ, સેવા વિતરણ અને નાણાકીય વ્યવસ્થાપન જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.

આયોગના મુખ્ય કાર્યક્ષેત્રો:
સરકારી વિભાગો અને સંસ્થાઓનું પુનર્ગઠન
જિલ્લા અને તાલુકા વહીવટીતંત્રની ભૂમિકાની સમીક્ષા
ખર્ચ ઘટાડવા અને નાણાકીય વ્યવસ્થાપનમાં સુધારા
એઆઈ, બ્લોકચેન અને મોટા ડેટાનો ઉપયોગ વધારવા માટે વ્યૂહરચના
કર્મચારી તાલીમ અને કૌશલ્ય વિકાસ માટે માળખું ઘડવું

આ આયોજન દ્વારા ગુજરાતમાં વહીવટની પદ્ધતિઓને વધુ અસરકારક બનાવવા અને લોકસેવામાં પારદર્શિતા વધારવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *