Anand Child Protection Home : કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હવે બેરોજગારી ઘટાડવા માટે અસરકારક પગલા લઇ રહી છે અને રાજ્યના સરકારી અને અર્ધસરકારી વિભાગો સહિત નિગમોમાં ભરતીની જાહેરાત બહાર પાડી રહી છે. ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી ભારત સરકારની મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત રચવામાં આવેલી બાળ સંભાળ ગૃહ આણંદ માટે નોકરીની જાહેરાત બહાર પાડી છે. આ માટે સંસ્થા દ્વારા નોટીફિકેશન બહાર પાડ્યું છે.
તાજેતરમાં બહાર પાડેલી નોકરી માટે વિવિધ પોસ્ટ, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ.
શૈક્ષણિક લાયકાત ( Anand Child Protection Home)
પી.ટી. ઈન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર : DPED, C.P.Ed. B.P.Ed ઉપરાંત સમાન ક્ષેત્રમાં એક વર્ષનો અનુભવ
રસોઈયો : સરકાર માન્ય સંસ્થામાંથી ધોરણ 10 પાસ
હેલ્પર કમ નાઈટ વોચમેન : સરકાર માન્ય સંસ્થામાંથી ધોરણ 10 પાસ
હાઉસકીપર : સરકાર માન્ય સંસ્થામાંથી ધોરણ 10 પાસ
પગાર ધોરણ
ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી ભારત સરકારની મિશન વાત્સવ્ય યોજના અંતર્ગત રચવામાં આવેલા બાળ સંભાળ ગૃહ આણંદ માટે તદ્દન હંગામી ધોરણે 11 માસ કરાર આધારિત ભરતી થશે. આ માટે પગાર ધોરણ નીચે પ્રમાણે છે.
વોક ઈન ઈન્ટરવ્યૂ સ્થળ અને તારીખ
સરનામું – જિલ્લા બાળ સુરક્ષા એકમ, ગ્રાઉન્ડ ફ્લોર, જૂની કલેક્ટર કચેરી, અતિથિ ગૃહની બાજુમાં, અમૂલ ડેરી સામે, આણંદ – 388001, જી. આણંદ
તારીખ – 3 ઓગસ્ટ 2024
રજીસ્ટ્રેશન સમય – સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી
આ પણ વાંચો – સરકારે ઇલેક્ટ્રિક વાહન સબસિડી યોજનાને બે મહિના માટે લંબાવવાની કરી જાહેરાત, આ તારીખે પૂર્ણ થશે સમયમર્યાદા