લોકોનો લાભ માટે સરકાર અનેક યોજનાઓ ચલાવે છે. તેમાંથી એક PMJAY છે, જે રાજ્યના ઘણા લોકો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ છે. જોકે, ઘણા લોકોને આ યોજનાનો લાભ લેવામાં મુશ્કેલી આવે છે, તે માટે સરકારે હેલ્પલાઈન નંબર 079-6644-0104 શરૂ કરવામાં આવી છે.
આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે PMJAY યોજનાને લગતી ફરિયાદો અને જરૂરી માહિતી માટે હેલ્પલાઇનની શરૂઆત કરી, જેમાં તેમણે જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાનો આરોગ્ય કાર્ડ આપને અને તમારા પરિવારને શ્રેષ્ઠ આરોગ્ય સેવાની ખાતરી આપવાનો પ્રયાસ કર્યો છે. આ આયુષ્માન કાર્ડ અને તેની સાથે જોડાયેલી સેવાઓ માટે કોઈપણ પ્રકારની ફરિયાદ, સમસ્યા અથવા માહિતી મેળવવા માટે આ હેલ્પલાઇન કાર્યરત કરવામાં આવી છે. આ હેલ્પલાઇન ૨૪x૭ કાર્યરત રહેશે.
આ હેલ્પલાઇન માટે વધુ વિગતો આપતા, તેમણે જણાવ્યું કે દર્દી કરેલી ફરિયાદ કોલ દ્વારા નોંધવામાં આવશે. ત્યારબાદ, દર્દીને ફરિયાદની સફળ નોંધણી અને સ્થિતિ પર સંપૂર્ણ ટ્રેકિંગ માટે નોંધણી નંબરના તરીકે SMS મોકલવામાં આવશે. આ SMS પદ્ધતિથી, જિલ્લાની આરોગ્ય અધિકારી અને મેડીકલ ઓફિસર સાથેના અન્ય જરૂરી સ્ટેકહોલ્ડર અથવા અધિકારીને ફરિયાદના નિવારણ માટે લિંક મોકલવામાં આવશે. તે સાથે જ, તમામ જરૂરી દસ્તાવેજો અને પુરાવાઓ પણ જોડાણ કરવામાં આવશે. આ રીતે, દરેક ફરિયાદનું સચોટ નિરાકરણ ઝડપથી અને સમયસર કરવામાં આવશે.
આ પણ વાંચો – RTI વિશે સંપૂર્ણ માર્ગદર્શિકા: કેવી રીતે અરજી કરવી, RTI નો હેતુ શું છે,જાણો તમામ બાબતો