ગુજરાત સરકારે ST કર્મચારીઓ માટે લીધો મોટો નિર્ણય -ગુજરાત સરકારે એસટી નિગમના કર્મચારીઓ માટે મોટો રાહત આપતા આ નિર્ણય લીધો છે. હવે, જો કામકાજ દરમિયાન કોઈ એસટી નિગમના કર્મચારીનું મૃત્યુ થાય, તો તેના પરિવારને 14 લાખ રૂપિયા આર્થિક સહાય મળશે. આ નિર્ણય રાજ્ય સરકારના ઉચ્ચક નાણાકીય સહાય અંગેના નવા નિયમોનો ભાગ છે, જેમાં 8 થી 10 લાખ રૂપિયાની વૃદ્ધિ કરવામાં આવી છે.
એસ. ટી. નિગમના કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો વધુ એક સંવેદનશીલ નિર્ણય !
રાજ્યના સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જી દ્વારા એસ.ટી. નિગમના કર્મચારીઓના પરિવારજનો માટે વધુ એક સંવેદનશીલ નિર્ણય લેવામાં આવેલ છે. નિગમના કર્મચારીના ચાલુ ફરજે અવસાનના કિસ્સામાં તેઓના સ્વજનોને…
— Harsh Sanghavi (@sanghaviharsh) February 11, 2025
પહેલા, આ સહાય રકમ 4 થી 6 લાખ રૂપિયાનું હતું, જે 24 સપ્ટેમ્બર, 2022 પછી 14 લાખ રૂપિયા સુધી વધી ગઈ છે. આ નિર્ણય એસટી કર્મચારી મહામંડળ અને અન્ય મંડળોની રજૂઆત બાદ લેવામાં આવ્યો.નોંધનીય છે કે નિગમ દ્વારા 5 વર્ષ માટે ફિક્સ પગારતી કરાર આધારિત વર્ગ 3 અને 4ના કર્મચારીના મૃત્યુના કિસ્સામાં તેમના આશ્રિતોને 4 લાખની સહાય ચૂકવાતી હતા. તે 12 ઓક્ટોબર 2023 બાદ મૃત્યુના કિસ્સામાં વધારીને 14 લાખ કરવામાં આવી છે.