રાજ્યમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે .ગુજરાતમાં સાર્વત્રિક મેઘની મહેર જોવા મળી રહી છે. ભારે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે, અનેક ગામોમાં પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે બુધવારના દિવસની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે 23 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ પાટણ, કચ્છ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં નોંધાયો હતો.
સરકારના આંકડા મુજબ 24 કલાકમાં રાજ્યના 169 તાલુકામાં મૂશળધાર વરસાદ પડ્યો છે. આજે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. ત્યારે ગત 24 કલાકમાં 20 તાલુકામાં 3થી 5 ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો. જેમાં પાટણમાં 5.1 ઇંચ, સરસ્વતીમાં 4.5 અને અબડાસામાં 4.3 ઇંચ વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 3.1 ઇંચથી 5 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. જેમાં પાટણમાં 5.1 ઇંચ, સરસ્વતીમાં 4.5, અબડાસામાં 4.3, વિસનગરમાં 4, જોટાણામાં 3.4, ખેરાલુમાં 3.1 ઇંચ વરસાદ વરસ્યો છે.
નોંધનીય છે કે ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં કુલ 169 તાલુકામાં વરસાદ પડ્યો હતો. રાજ્યમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે .ગુજરાતમાં સાર્વત્રિક મેઘની મહેર જોવા મળી રહી છે. ભારે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે, અનેક ગામોમાં પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે બુધવારના દિવસની આગાહી કરી છે.ગુજરાતમાં 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ પાટણ, કચ્છ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં નોંધાયો હતો.
આ પણ વાંચો- અયોધ્યામાં આ કારણથી રામ મંદિર નિર્માણનું કાર્ય ધીમું પડ્યું