ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત, પાટીદાર અનામત આંદોલન કેસમાં આટલા કેસ પરત ખેંચાયા!

ગુજરાત સરકાર પાટીદાર આંદોલન દરમિયાન નોંધાયેલા કેસોમાં મોટો નિર્ણય લીધો છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર, સરકારે પાટીદાર આંદોલન દરમિયાન પાટીદારો સામે થયેલા પોલીસ કેસોમાંથી 9 કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. આ કેસો એ છે જેમાં પોલીસ તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ બાબત પર નિવેદન આપતા જણાવ્યું હતું, “રાજ્યમાં પાટીદાર આંદોલન દરમિયાન પાટીદારો પર કરવામાં આવેલા પોલીસ કેસોમાંથી 9 કેસ પરત ખેંચવામાં આવ્યા છે. આ તેવા કેસો છે, જેમમાં પોલીસ તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.”

પાટીદાર આંદોલન દરમિયાન નોંધાયેલા કેસો પરત ખેંચવા અંગે ગુજરાત સરકારની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે જણાવ્યું કે, “સરકારએ સમયાંતરે વિવિધ આંદોલનો દરમિયાન નોંધાયેલા કેસો પરત ખેંચ્યા છે, અને પાટીદાર આંદોલનના કેસો પણ કોઈ ચોક્કસ કારણોથી દાખલ કરવામાં આવ્યા ન હતા.”પ્રતિક્રિયામાં મંત્રીએ કહ્યું કે, સરકારની સમીક્ષામાં એ દૃષ્ટિએ આવ્યો છે કે કેટલીકવાર નિર્દોષ લોકોના નામ પણ કેસોમાં સંડોવાયા હતા, અને આ બાબતને ધ્યાનમાં રાખીને આ કેસો પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ મંતવ્યથી સ્પષ્ટ થાય છે કે, “આંદોલનકારીઓ સાથે વિવિધ વખત બેઠક કરી હતી, જેમાં તેમના મુદ્દાઓ સાંભળ્યા ગયા હતા અને તેમાં યોગ્ય નિરાકરણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં આંદોલનના કેસોની સમીક્ષાએ આ ખોટી રીતે જોડાયેલા લોકોના નામો જોઈને, તેમને સંપૂર્ણ રીતે બિનજરૂરી કાયદાકીય પ્રક્રિયામાંથી મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.”એટલું જ નહિ, મંત્રી પટેલે કહ્યું કે “હાલમાં, પાટીદાર આંદોલનના માત્ર ચાર કેસ બાકી રહ્યા છે.” આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, સરકાર પાટીદાર આંદોલનનાં કેસોને સંવેદનશીલ રીતે જુઓ છે, અને નિર્દોષ લોકો માટે રાહત પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે.આ નિવેદનના બાદ હવે આ કેસોને પરત ખેંચવાની કાયદાકીય પ્રક્રિયા શરૂ થવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *