ભારતે સાઉથ આફ્રિકાને હરાવ્યું સેન્ચુરિયનમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 11 રને હરાવ્યું છે. આ જીત સાથે ભારતે ચાર મેચની ટી20 શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે.ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બુધવારે સુપરસ્પોર્ટ પાર્કમાં ત્રીજી T20 મેચ રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે તિલક વર્માની સદીની મદદથી 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 219 રન બનાવ્યા હતા. ભારત તરફથી તિલક વર્માએ સૌથી વધુ 107 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાની ધરતી પર આ ભારતનો સૌથી વધુ સ્કોર છે. જવાબમાં દક્ષિણ આફ્રિકાની શરૂઆત સારી રહી હતી. રીઝા અને રેયાન વચ્ચે પ્રથમ વિકેટ માટે 27 રનની ભાગીદારી થઈ હતી. રિકલ્ટન 15 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો હતો. રિઝાએ 13 બોલમાં 21 રન બનાવ્યા હતા. ટ્રિસ્ટન સ્ટબ્સ 12 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો. એડન માર્કરામે 18 બોલમાં 29 રનનું યોગદાન આપ્યું હતું. ડેવિડ મિલર 18 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો.
ભારતે સાઉથ આફ્રિકાને હરાવ્યું ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે પ્રથમ ઓવરના બીજા બોલ પર સંજુ સેમસનની વિકેટ ગુમાવી હતી. સંજુ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. અભિષેક શર્મા 25 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો હતો. અભિષેક અને તિલક વચ્ચે 107 રનની ભાગીદારી થઈ હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવ 4 બોલમાં માત્ર એક રન બનાવી શક્યો હતો. હાર્દિક પંડ્યા 18 રન બનાવીને આઉટ થયો હતો. રિંકુ 13 બોલમાં માત્ર 8 રન બનાવી શક્યો હતો. રમનદીપ 6 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો.
રમનદીપ સિંહ ડેબ્યૂ કરી રહ્યો છે, હાર્દિકે તેને ભારતીય કેપ આપી. રમનદીપે અવેશ ખાનની જગ્યા લીધી છે. ચાર મેચની T20 શ્રેણી 1-1 થી બરાબર છે. પ્રથમ મેચમાં ભારતે 61 રને જીત મેળવી હતી જ્યારે બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ શાનદાર વાપસી કરીને મેચ 3 વિકેટથી જીતી લીધી હતી.
આ પણ વાંચો – તિલક વર્માએ વિસ્ફોટક સદી ફટકારીને બનાવ્યો આ રેકોર્ડ, જાણો