તિલક વર્મા- સેન્ચુરિયનમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી T20I મેચમાં ભારતને પહેલી જ ઓવરના બીજા બોલ પર મોટો ફટકો પડ્યો હતો. પ્રથમ મેચનો સદી કરનાર સંજુ સેમસન સતત બીજી મેચમાં શૂન્ય પર આઉટ થતાં પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી તિલક વર્મા નવા બેટ્સમેન તરીકે મેદાનમાં આવ્યા અને ઓપનર અભિષેક શર્મા સાથે મળીને માત્ર ઇનિંગ્સને સંભાળી જ નહીં પરંતુ વિસ્ફોટક બેટિંગ કરીને દક્ષિણ આફ્રિકાના બોલરોને ચોમેર ફટકાર્યા હતા. તિલક વર્માએ ગતિશીલ શૈલીમાં બેટિંગ કરીને 19મી ઓવરમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી પોતાની પ્રથમ T20I સદી ફટકારીને એક મહાન સિદ્ધિ હાંસલ કરી હતી.
તિલક વર્મા T20I ક્રિકેટમાં સદી ફટકારનાર ભારતનો બીજો સૌથી યુવા બેટ્સમેન બન્યો. તેણે 22 વર્ષ અને 5 દિવસની ઉંમરમાં આ કારનામું કર્યું હતું. આ મામલે યશસ્વી જયસ્વાલ નંબર વન પર છે. જયસ્વાલે 21 વર્ષ અને 279 દિવસની ઉંમરે T20I ક્રિકેટમાં નેપાળ સામે સદી ફટકારીને એક મોટી સિદ્ધિ મેળવી હતી. તિલક ટોપ-10 ટીમો સામે T20I સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય બેટ્સમેન છે.
T20I સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય ખેલાડી
21 વર્ષ 279 દિવસ – યશસ્વી જયસ્વાલ વિ નેપાળ
22 વર્ષ 005 દિવસ – તિલક વર્મા વિ દક્ષિણ આફ્રિકા*
23 વર્ષ 146d – શુભમન ગિલ વિ ન્યુઝીલેન્ડ
23 વર્ષ 156 ડી – સુરેશ રૈના વિ દક્ષિણ આફ્રિકા
આ પણ વાંચો – ઝારખંડ હાઇકોર્ટે મહેન્દ્ર સિંહ ધોનીને છેતરપિંડી કેસમાં નોટિસ પાઠવી