ભારતે ચોથી T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 135 રને હરાવીને શ્રેણી 3-1થી જીતી

ચોથી T20-   ભારતીય ટીમે શુક્રવારે જોહાનિસબર્ગમાં રમાયેલી ચોથી T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 135 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમે ચાર મેચની ટી-20 શ્રેણી 3-1થી જીતી લીધી છે. સંજુ સેમસન (અણનમ 109) અને તિલક વર્મા (120 અણનમ)ની રેકોર્ડ સદીની ઇનિંગ્સને કારણે પ્રથમ બેટિંગ કરતા ભારતે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 284 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં આફ્રિકાની ટીમ 18.2 ઓવરમાં 148 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી અર્શદીપે ત્રણ, વરુણ-અક્ષરે 2-2 વિકેટ ઝડપી હતી.

284 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે 11 બોલમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. રેયાન 1 અને રીઝા ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા હતા. અર્શદીપે તેની બીજી ઓવરમાં એડન માર્કરમ અને હેનરિક ક્લાસેનને આઉટ કર્યા હતા. ડેવિડ મિલર 27 બોલમાં 36 રન બનાવીને આઉટ થયો હતો. ટ્રિસ્ટન સ્ટબ્સે 29 બોલમાં 43 રન બનાવ્યા હતા. સિમેલેન માત્ર 2, ગેરાલ્ડ 12 અને કેશવ માત્ર 6 રન બનાવી શક્યા હતા. રમનદીપે લુથો સિપામાલાને આઉટ કરીને આફ્રિકાની ઇનિંગ્સનો અંત આણ્યો હતો.

સંજુ સેમસન અને તિલક વર્માની સદીની ઇનિંગ્સની મદદથી ભારતીય ટીમે ચોથી T20 મેચમાં 20 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 283 રન બનાવ્યા છે. ભારત તરફથી સંજુ સેમસને 109 અને તિલક વર્માએ 120 રન બનાવ્યા હતા. આ બંને વચ્ચે બીજી વિકેટ માટે રેકોર્ડબ્રેક 210 રનની ભાગીદારી નોંધાઈ હતી. ભારતીય ઇનિંગ્સમાં કુલ 23 સિક્સર ફટકારવામાં આવી હતી. વિદેશમાં પણ આ ભારતનો સૌથી મોટો કુલ (283) છે.

પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમને સંજુ સેમસન અને અભિષેક શર્માએ સારી શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે 73 રનની ભાગીદારી થઈ હતી. અભિષેક 18 બોલમાં 36 રન બનાવીને આઉટ થયો હતો. તિલક વર્મા અને સંજુ સેમસન વચ્ચે બીજી વિકેટ માટે 210 રનની ભાગીદારી થઈ હતી. સંજુ સેમસન અને તિલક વર્માએ શ્રેણીમાં બીજી સદી ફટકારી છે. ભારત ચાર મેચની T20 શ્રેણીમાં 2-1થી આગળ છે.

આ પણ વાંચો – ભારતીય ટીમે T20 ક્રિકેટમાં બનાવ્યો આ ઐતિહાસિક રેકોર્ડ, જાણો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *