ભારતે દક્ષિણ આફ્રિકાને પ્રથમ T20 મેચમાં 61 રને હરાવ્યું, સંજુ સેમસેનની વિસ્ફોટક બેટિંગ!

ભારતીય ટીમે પ્રથમ T20 મેચ માં દક્ષિણ આફ્રિકાને 61 રને હરાવ્યું છે. ડરબનમાં રમાયેલી મેચમાં ભારતે સંજુ સેમસનની સદીની મદદથી 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા હતા. જવાબમાં આફ્રિકાની ટીમ 141 રન જ બનાવી શકી હતી. ભારતે ચાર મેચની T20 શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજથી T20 શ્રેણી શરૂ થઈ ગઈ છે. ચાર મેચોની T20 શ્રેણીની પ્રથમ મેચ ડરબનના કિંગ્સમીડ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. સંજુ સેમસને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સતત બીજી સદી ફટકારી અને ટીમ ઈન્ડિયાએ 202 રન બનાવ્યા. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 203 રનનો લક્ષ્યાંક છે.

203 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમને પહેલો ઝટકો અર્શદીપની ઓવરમાં લાગ્યો હતો. કેપ્ટન એડન માર્કરામ સતત બે ચોગ્ગા ફટકારીને આઉટ થયો હતો. ટ્રિસ્ટન સ્ટબ્સ 11 રન બનાવીને આઉટ થયો હતો. રેયાને 21 રનનું યોગદાન આપ્યું હતું. હેનરિક ક્લાસને 25 અને ડેવિડ મિલરે 18 રન બનાવ્યા હતા. વરુણે આ બંને બેટ્સમેનોને આઉટ કર્યા હતા. રવિ બિશ્નોઈએ પેટ્રિક અને એન્ડિલને આઉટ કર્યા હતા.

સેમસને 50 બોલમાં 107 રનની ઈનિંગમાં સાત ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. તેણે સૂર્યકુમાર યાદવ (21) સાથે બીજી વિકેટ માટે 66 રન અને તિલક વર્મા (33) સાથે ત્રીજી વિકેટ માટે 77 રનની ભાગીદારી કરી હતી. ભારત છેલ્લી છ ઓવરમાં માત્ર 40 રન જ બનાવી શક્યું હતું. દક્ષિણ આફ્રિકા માટે ગેરાલ્ડ કોએત્ઝી સૌથી સફળ બોલર હતા, જેણે 37 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમે પ્રથમ T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 61 રનથી હરાવ્યું હતું. ડરબનમાં રમાયેલી મેચમાં ભારતે સંજુ સેમસનની સદીની મદદથી 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા હતા. જવાબમાં આફ્રિકાની ટીમ 141 રન જ બનાવી શકી હતી. ભારતે ચાર મેચની T20 શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજથી T20 શ્રેણી શરૂ થઈ ગઈ છે. ચાર મેચોની T20 શ્રેણીની પ્રથમ મેચ ડરબનના કિંગ્સમીડ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમના કેપ્ટન એઈડન માર્કરામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. સંજુ સેમસને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સતત બીજી સદી ફટકારી અને ટીમ ઈન્ડિયાએ 202 રન બનાવ્યા. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 203 રનનો લક્ષ્યાંક છે.

203 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમને પહેલો ઝટકો અર્શદીપની ઓવરમાં લાગ્યો હતો. કેપ્ટન એડન માર્કરામ સતત બે ચોગ્ગા ફટકારીને આઉટ થયો હતો. ટ્રિસ્ટન સ્ટબ્સ 11 રન બનાવીને આઉટ થયો હતો. રેયાને 21 રનનું યોગદાન આપ્યું હતું. હેનરિક ક્લાસને 25 અને ડેવિડ મિલરે 18 રન બનાવ્યા હતા. વરુણે આ બંને બેટ્સમેનોને આઉટ કર્યા હતા. રવિ બિશ્નોઈએ પેટ્રિક અને એન્ડિલને આઉટ કર્યા હતા.

સેમસને 50 બોલમાં 107 રનની ઈનિંગમાં સાત ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. તેણે સૂર્યકુમાર યાદવ (21) સાથે બીજી વિકેટ માટે 66 રન અને તિલક વર્મા (33) સાથે ત્રીજી વિકેટ માટે 77 રનની ભાગીદારી કરી હતી. ભારત છેલ્લી છ ઓવરમાં માત્ર 40 રન જ બનાવી શક્યું હતું. દક્ષિણ આફ્રિકા માટે ગેરાલ્ડ કોએત્ઝી સૌથી સફળ બોલર રહ્યો હતો, જેણે 37 રનમાં ત્રણ વિકેટ લીધી હતી.

આ પણ વાંચો – સંજુ સેમસને ઇતિહાસ રચ્યો, સતત 2 T20I સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *