સંજુ સેમસને ઇતિહાસ રચ્યો, સતત 2 T20I સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો

સંજુ સેમસને દક્ષિણ આફ્રિકા પ્રવાસની પહેલી જ મેચમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. સંજુ સતત બે T20 ઈન્ટરનેશનલ મેચમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બની ગયો છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા સંજુએ 27 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તેણે પછીના 20 બોલ પર વધુ આક્રમક બેટિંગ કરી. સંજુએ 47માં બોલ પર પોતાની સદી પૂરી કરી હતી. તેણે 9 સિક્સર અને 7 ફોર ફટકારીને 100 રનનો આંકડો પાર કર્યો હતો.

સંજુ સેમસન માટે સાઉથ આફ્રિકા સીરીઝ ઘણી મહત્વની માનવામાં આવે છે. રોહિત શર્માની T20 નિવૃત્તિ બાદ ભારતીય ટીમમાં ઓપનર માટે જગ્યા ખાલી છે. સંજુ સેમસન આ સ્થાન હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેણે ગયા મહિને બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. હવે સાઉથ આફ્રિકા સામે શાનદાર ઇનિંગ રમીને તેણે પસંદગીકારોને સંદેશ આપ્યો છે કે તે રોહિતની જગ્યા લેવા માટે તૈયાર છે.

સંજુ સેમસને દક્ષિણ આફ્રિકા પ્રવાસની પહેલી જ મેચમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. સંજુ સતત બે T20 ઈન્ટરનેશનલ મેચમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બની ગયો છે.સંજુ સેમસને દક્ષિણ આફ્રિકા પ્રવાસની પહેલી જ મેચમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. સંજુ સતત બે T20 ઈન્ટરનેશનલ મેચમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બની ગયો છે.

 

આ પણ વાંચો – ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજનમાં આખરે ઝૂક્યું પાકિસ્તાન, હાઇબ્રિડ મોડેલથી થશે ટૂર્નામેન્ટ, ભારત UAEમાં મેચ રમશે!

આ પણ વાંચો –  ઓલિમ્પિક 2036 માટે અમદાવાદ તૈયાર! ભારતે IOCને પત્ર સબમિટ કર્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *