ભારતે છેલ્લી T20 મેચમાં બાંગ્લાદેશને 133 રનથી હરાવ્યું , સૂર્યાની કપ્તાનીમાં ભારતે ‘હેટ્રિક’ ફટકારી, શ્રેણી 3-0થી જીતી

  છેલ્લી T20 મેચ ભારતીય ટીમે શનિવારે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી મેચમાં બાંગ્લાદેશને 133 રનથી હરાવ્યું હતું. ભારતે ત્રણ મેચની T20 શ્રેણી 3-0થી ક્લીન સ્વીપ કરી છે. ટી20 ઈન્ટરનેશનલમાં રનના મામલે ભારતની આ ત્રીજી સૌથી મોટી જીત છે. ભારતે ગયા વર્ષે ન્યૂઝીલેન્ડ સામે રનના મામલે સૌથી મોટી જીત હાંસલ કરી હતી. સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ભારતીય ટીમે તેની ત્રીજી T20 શ્રેણી જીતી છે, આ પહેલા ટીમે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાને હરાવ્યું હતું. ભારતે બાંગ્લાદેશ સામેની ત્રીજી મેચમાં છ વિકેટે 297 રન બનાવ્યા હતા, જે સંજુ સેમસનની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય સદીની મદદથી આ ફોર્મેટમાં તેમનો સર્વોચ્ચ સ્કોર છે. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 164 રન જ બનાવી શકી હતી.

  છેલ્લી T20 મેચ 298 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે બાંગ્લાદેશની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર પરવેઝ હુસૈન ઇનિંગના પહેલા જ બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો. મયંકે તેને આઉટ કર્યો. તંજીદ હસન 12 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન નઝમુલ હુસૈન શાંતો 11 બોલમાં 14 રન બનાવી શક્યો હતો. વિકેટકીપર બેટ્સમેન લિટન દાસ 25 બોલમાં 42 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. પોતાની છેલ્લી મેચ રમી રહેલો મહમુદુલ્લાહ માત્ર 8 રન બનાવી શક્યો હતો. મેહદી હસને ત્રણ રનનું યોગદાન આપ્યું હતું. રિશાદ ખાતું ખોલાવી શક્યો ન હતો. ભારત તરફથી રવિ બિશ્નોઈને ત્રણ, મયંક યાદવે બે, વોશિંગ્ટન અને નીતિશને એક-એક વિકેટ મળી હતી.

આ પહેલા બાંગ્લાદેશ સામેની ત્રીજી મેચમાં ભારતે છ વિકેટે 297 રન બનાવ્યા હતા, જે આ ફોર્મેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર છે. ટી20 ક્રિકેટના ઈતિહાસમાં આ બીજો સૌથી મોટો સ્કોર પણ છે. ભારતે 2019માં દહેરાદૂનમાં આયર્લેન્ડ સામે ત્રણ વિકેટે અફઘાનિસ્તાનના 278 રનના સ્કોરને વટાવી દીધો હતો. અગાઉ, T20 ક્રિકેટમાં ભારતનો સર્વોચ્ચ સ્કોર પાંચ વિકેટે 260 રન હતો, જે 2017માં શ્રીલંકા સામે ઈન્દોરમાં બન્યો હતો.

આ પણ વાંચો –   બાંગ્લાદેશ સામે છેલ્લી T20માં ભારતીય ટીમએ બનાવ્યા રેકોર્ડનો વણઝાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *