વરિષ્ઠ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) નેતા બાબા સિદ્દીકી ની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોળી વાગ્યા બાદ તેને ગંભીર હાલતમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હકા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરાયા હતા . મુંબઈ પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે હુમલાખોરોની હજુ સુધી ઓળખ થઈ નથી. પોલીસનું કહેવું છે કે ઘટના પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને પોલીસ ટીમ હુમલાખોરોને શોધવામાં વ્યસ્ત છે.
પ્રારંભિક અહેવાલો અનુસાર, બાંદ્રા પૂર્વમાં તેમના પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસની બહાર જ્યારે બાબા સિદ્દીકીને ત્રણ લોકોએ ગોળી મારી હતી. તેમને ત્રણ ગોળી વાગી હતી જે બાદ તેમને લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જીશાન સિદ્દીકી કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય છે. મુંબઈ પોલીસે આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દીધી છે અને હુમલાખોરોને ઓળખવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે. બાબા સિદ્દીકી મુંબઈના રાજકારણમાં અગ્રણી નેતા તરીકે જાણીતા હતા.
બાબા સિદ્દીકી એક અગ્રણી ભારતીય રાજકારણી હતા જેમણે મહારાષ્ટ્રના રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની આગેવાની હેઠળના NCPના વરિષ્ઠ નેતા હતા અને મુંબઈના બાંદ્રા-પશ્ચિમ મતવિસ્તારના ધારાસભ્ય પણ હતા. તેઓ 1999, 2004 અને 2009 માં સતત ત્રણ ટર્મ માટે ધારાસભ્ય હતા અને કોંગ્રેસ સરકારમાં ખાદ્ય અને નાગરિક પુરવઠા, શ્રમ અને FDA (2004-08) રાજ્ય મંત્રી તરીકે પણ સેવા આપી હતી.
આ પણ વાંચો- દશેરાની રેલીમાં આદિત્ય ઠાકરેની હુંકાર, એક મહિનામાં અમારી સરકાર બનશે!