India Netherlands Dispute વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેધરલેન્ડ્સ મુલાકાત દરમિયાન વૈશ્વિક મંચ પર રાજકીય ગરમાવો આવી ગયો છે. ડચ વડાપ્રધાન રોબ જેટેન દ્વારા ભારતમાં પ્રેસ ફ્રીડમ (મીડિયાની આઝાદી) અને અલ્પસંખ્યકોના અધિકારો પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. ભારતના વિદેશ મંત્રાલયે આ આક્ષેપોને સખત શબ્દોમાં નકારી કાઢતા સ્પષ્ટ કર્યું છે કે ભારત એક જીવંત લોકશાહી (Vibrant Democracy) છે અને આવી ટીપ્પણીઓ ભારતની સભ્યતા અને વાસ્તવિકતા વિશેની ‘અણસમજ’ માંથી બહાર આવે છે.
India Netherlands Dispute અણસમજનું પરિણામ: વિદેશ મંત્રાલયનો પ્રહાર
નેધરલેન્ડ્સની રાજધાનીમાં મીડિયા બ્રીફિંગ દરમિયાન, વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) સિબી જોર્જે ડચ પત્રકારોના સવાલોના જવાબ આપતા આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “અમે આવા પ્રશ્નોનો સામનો માત્ર એટલા માટે કરીએ છીએ કારણ કે પ્રશ્ન પૂછનાર વ્યક્તિમાં ભારત વિશેની સમજનો અભાવ છે. ભારત ૫,૦૦૦ વર્ષ જૂની સંસ્કૃતિ ધરાવતો અને ૧૪૦ કરોડની વસ્તી ધરાવતો વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. ભારતની લોકશાહી બંધારણીય સ્વતંત્રતા પર આધારિત છે અને અહીં દરેક નાગરિકને અભિવ્યક્તિની આઝાદીની ગેરંટી છે.”
અલ્પસંખ્યકોની વસ્તીમાં વધારાનો આંકડો રજૂ કર્યો
ભારતીય રાજદ્વારીએ ડચ મીડિયા સમક્ષ આંકડાકીય પુરાવા રજૂ કરીને પશ્ચિમી દેશોના પ્રોપેગેન્ડાની હવા કાઢી નાખી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “જ્યારે ભારત આઝાદ થયું ત્યારે દેશમાં અલ્પસંખ્યકોની વસ્તી અંદાજે ૧૧ ટકા હતી, જે આજે વધીને ૨૦ ટકાથી વધુ થઈ ગઈ છે. દુનિયાનો કોઈ એવો દેશ બતાવો જ્યાં અલ્પસંખ્યકોની વસ્તી આ રીતે સતત વધી હોય!” આ ઉપરાંત તેમણે ઉમેર્યું કે ભારત એવો દેશ છે જ્યાં હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ એમ ચાર મુખ્ય ધર્મોનો ઉદ્ભવ થયો છે, જ્યારે યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મ પણ સદીઓથી અહીં કોઈ પણ ભેદભાવ વગર ફૂલ્યા-ફાલ્યા છે.
લોકશાહીના ભોગે આર્થિક પ્રગતિ નથી કરી
સિબી જોર્જે ભારતના તાજેતરના ચૂંટણી ઈતિહાસ અને આર્થિક વિકાસનો ઉલ્લેખ કરતા પશ્ચિમી દેશોને અરીસો બતાવ્યો હતો. તેમણે જણાવ્યું કે ભારતે લોકશાહીના સિદ્ધાંતો સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કર્યા વિના વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. ગરીબી હટાવવા માટે ભારતે ક્યારેય હિંસાનો માર્ગ નથી અપનાવ્યો, પરંતુ સંપૂર્ણપણે લોકશાહી પ્રક્રિયાને અનુસરી છે. અમે વિશ્વની કુલ વસ્તીનો છઠ્ઠો ભાગ છીએ, પરંતુ વિશ્વની સમસ્યાઓનો છઠ્ઠો ભાગ નથી, અને આ જ ભારતની અસલી સુંદર
તા છે.

