ઇઝરાયેલે ઇરાનને આપ્યો કરારો જબાબ, પરમાણુ પ્લાન્ટ હવે જોખમમાં!

ઈરાન ના જોરદાર મિસાઈલ હુમલાનો ઈઝરાયેલે જડબાતોડ જવાબ આપ્યો છે. આ વખતે હુમલો ન તો આકાશમાંથી થયો કે ન તો જમીન પરથી, ન તો મિસાઈલ કે રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ આ વખતે ઈઝરાયેલે સૌથી ખતરનાક સાઈબર હુમલો કર્યો છે. પીએમ નેતન્યાહુના નિર્દેશ પર ઇઝરાયલના નિષ્ણાતોએ તેમના જ દેશમાં કરેલા આવા હુમલાથી ઈરાનની કમર તૂટી ગઈ છે. આ સાયબર હુમલાની ઝપેટમાં ઈરાન નું સમગ્ર તંત્ર આવી ગયું છે.

રિપોર્ટ અનુસાર ઈરાન સરકાર અને તેમના પરમાણુ ઠેકાણાઓ પર સાયબર એટેક કરવામાં આવ્યો છે. આના માધ્યમથી ઈઝરાયલે પરમાણુ સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ માહિતી ચોરી કરી છે. ઈરાનની સુપ્રીમ કાઉન્સિલ ઓફ સાયબર સ્પેસના ભૂતપૂર્વ સચિવ ફિરોઝાબાદીએ જણાવ્યું હતું કે ઈરાનની સરકારની ત્રણેય શાખાઓ, ન્યાયતંત્ર, ધારાસભા અને કાર્યપાલિકા આ ​​સાયબર હુમલાનો ભોગ બની છે. હુમલો કરાયેલી સંસ્થાઓની યાદી બતાવે છે કે ઈજા કેટલી ઊંડી છે.

ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ, પોર્ટ ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક્સ, ફ્યુઅલ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ્સ અને મ્યુનિસિપલ નેટવર્ક આ સાયબર હુમલાથી પ્રભાવિત થયા છે. તુર્કમેનિસ્તાનમાં એક તરફ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેસ્કિયન રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે મિત્રતા કેળવી રહ્યા હતા તો બીજી તરફ ઈઝરાયેલ તેહરાનમાં સાઈબર હુમલાઓ કરી રહ્યું હતું. ઈઝરાયલે પહેલા જ ધમકી આપી હતી કે ઈરાને બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કરીને મોટી ભૂલ કરી છે. તેણે આની કિંમત ચૂકવવી પડશે.

ઈરાન ના જોરદાર મિસાઈલ હુમલાનો ઈઝરાયેલે જડબાતોડ જવાબ આપ્યો છે. આ વખતે હુમલો ન તો આકાશમાંથી થયો કે ન તો જમીન પરથી, ન તો મિસાઈલ કે રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ આ વખતે ઈઝરાયેલે સૌથી ખતરનાક સાઈબર હુમલો કર્યો છે. પીએમ નેતન્યાહુના નિર્દેશ પર ઇઝરાયલના નિષ્ણાતોએ તેમના જ દેશમાં કરેલા આવા હુમલાથી ઈરાનની કમર તૂટી ગઈ છે. આ સાયબર હુમલાની ઝપેટમાં ઈરાન નું સમગ્ર તંત્ર આવી ગયું છે.

આ પણ વાંચો – google mapનો ઉપયોગ કરતા પહેલા સાવધાન! દંપતીને એવો રસ્તો બતાવ્યો કાર 15 ફૂટ કૂવામાં ખાબકી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *