જામીઅહ ઇબ્ને ટ્ર્સ્ટ દ્વારા સતત બીજા વર્ષે પણ સમૂહ લગ્નનું કરાયું ભવ્ય આયોજન,આ તારીખે યોજાશે સમૂહ લગ્ન

સમૂહ લગ્ન  અમદાવાદના જામીઅહ ઇબ્ને ટ્રસ્ટ હમેંશા સમાજના સર્વાંગી વિકાસ માટે અગ્રેસર રહે છે. સમાજમાં સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય સંબધિત સેવાઓ પુરી પાડીને ટ્રસ્ટ સમાજ પ્રત્યેનો ઉત્તરદાયિત્વ બાખૂબી નિભાવે છે. જામીઅહ ઇબ્ને ટ્રસ્ટ દ્વારા સતત બીજા વર્ષે પણ સમુહ લગ્નનનું આયોજન ક્યું છે.અમદાવાદ સરખેજ વિસ્તારમાં કાર્યરત જામીઅહ ઇબ્ને ટ્રસ્ટ દ્વારા સમુહ લગ્નનું ભવ્ય આયોજન કર્યું છે. આ સમુહ લગ્ન 6-10-2024ના રોજ યોજાશે.

નોંધનીય છે લગ્ન પાછળ કરવામાં આવતા ખોટા ખર્ચ અને રૂઢિવાદી પરંપરાને છોડીને સાદગીથી લગ્ન કરે તે હેતુથી સમુહ લગ્નનું આયોજન જામીઅહ ઇબ્ને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા આ સમૂહ લગ્નમાં લાભ લેવા ઇચ્છુકોએ જામીઅહ ઇબ્ને ટ્રસ્ટના કાર્યાલયનો સંપર્ક કરવાનો રહેશે. વહેલા તે પહેલા ધોરણે સમૂહ લગ્નના ફોર્મ સ્વીકારવમાં આવશે. ઓનલાઇ અને ઓફલાઇન ફોર્મ ભરી શકાશે. તમામ પુછપરછ માટે હેલ્પલાઇન નબંર પણ આપેલા છે.

જામીઅહ ઇબ્ને ટ્રસ્ટ દ્વારા સતત બીજા વર્ષે પણ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.ટ્ર્સ્ટના પ્રમુખ મોલાના મુફતી રીઝવાન તારાપુરીએ જણાવ્યું હતું કે સમાજમાં ખોટા ખર્ચા બંધ કરીને સાદગીથી લગ્ન કરીને સમાજના રૂઢીચુસ્ત પરંપરા છોડીને સમાજને શૈક્ષણિક બનાવીને તેના પાયાને મજબૂત કરવાનું કામ કરવું જોઇએ. તેમણે વધુમાં કહ્યું હતું કે કુરિવાજ બંધ થવા જોઇએ,સાદગી સાથે જીવન વ્યતિત કરવા પર ભાર આપવો જોઇએ અને સમાજને વધુ શિક્ષિત કરવા અભિયાન હાથ ધરવું જોઇએ

સમૂહ લગ્ન માટેની પુછપરછ માટેના હેલ્પલાઇન નંબર 

94260-10821

99244-76876

97149- 37755

97144-44021

97275-49126

84011-27277

આ પણ વાંચો –  ચાંદીપુરા વાયરસથી બાળકોને આ રીતે બચાવો, જાણો તેના વિશેની માહિતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *